મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બારામતી પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે પીએમ મોદી અને અમિત શાહે CM ફડણવીસ પાસેથી લીધા અપડેટ્સ

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામત

બારામતી પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે  પીએમ મોદી અને અમિત શાહે CM ફડણવીસ પાસેથી લીધા અપડેટ્સ

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે. 

મહારાષ્ટ્ર સરકારનું અકસ્માત બાદનું પહેલુ નિવેદેન

મહારાષ્ટ્ર સરકારે અકસ્માત અંગે પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું. એક નિવેદનમાં સરકારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંનેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કર્યો અને બારામતી વિમાન દુર્ઘટના અંગે માહિતી અને અપડેટ્સ મેળવ્યા.

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો