મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારતે વિશ્વને તેની શક્તિનો અહેસાસ કરાવ્યો, યુવાનોની પ્રતિભાથી દુનિયા આશ્ચર્યચકિત: PM MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, 'ત્રીજી વખત

VIDEO: ભારતે વિશ્વને તેની શક્તિનો અહેસાસ કરાવ્યો, યુવાનોની પ્રતિભાથી દુનિયા આશ્ચર્યચકિત: PM MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, 'ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો લોકો સાથેનો સંવાદ મોસ્કોમાં થઈ રહ્યો છે. આજે મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે. મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ઝડપે કામ કરીશ. તેમણે ભારતીયોને કહ્યું કે, 'હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું તમારા માટે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું. 

પીએમ મોદીએ મોસ્કોમાં કહ્યું કે, આપણા યુવાનોની પ્રતિભા જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. આપણા વિકાસની ગતિથી દુનિયા આશ્ચર્યચકિત છે. જ્યારે દુનિયાના લોકો ભારતમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે ભારત બદલાઈ રહ્યું છે. તમે પણ જ્યારે ભારત આવો ત્યારે તમને પણ આવું જ લાગે છે ને? તેઓ ભારતના કાયાકલ્પ, ભારતની નવીનતા, ભારતનું સફળતાપૂર્વક G20નું આયોજન જોઈ રહ્યા છે.

ભારતમાં 10 વર્ષમાં એરપોર્ટની સંખ્યા ડબલ થઈ ગઈ છે. મોદીએ કહ્યું- આજે ભારત એવો દેશ છે જે ચંદ્રયાનને ચંદ્રના એ છેડે લઈ જાય છે જ્યાં કોઈ પહોંચી શકતું નથી. ભારત વિશ્વને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું વિશ્વસનીય મોડલ આપી રહ્યું છે. ભારત વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ અપ સિસ્ટમ ધરાવે છે.

ભારતે વિશ્વને તેની શક્તિનો અહેસાસ કરાવ્યો છે. 40 હજાર કિલોમીટરથી વધુ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ કરી નાંખ્યું છે. રેલવેનો સૌથી ઉંચો પુલ બનાવે છે. જ્યારે સૌથી મોટું સ્ટેચ્યુ બનાવે છે ત્યારે દુનિયા કહે છે કે ભારત ખરેખર બદલાઈ રહ્યું છે. કારણ કે ભારત તેના 140 કરોડ લોકોની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોના સામર્થ્ય પર વિશ્વાસ રાખે છે. ભારત L1 બિંદુથી સૂર્યની પરિક્રમા પૂર્ણ કરે છે.

આ સમાચાર શેર કરો