VIDEO : PM પાર્લામેન્ટમાંથી ભાગી ગયા, હવે અંદર નહીં આવી શકે!' રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
લોકસભામાં બજેટ સત્રનો બીજા પાર્ટનો સોમવારે પ્રારંભ થયો. લોકસભા મુલતવી રાખ્યા પછી રાહુલ ગાંધીએ કહ્ય
લોકસભામાં બજેટ સત્રનો બીજા પાર્ટનો સોમવારે પ્રારંભ થયો. લોકસભા મુલતવી રાખ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધથી ભારતના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થશે. શેરબજાર પહેલાથી જ પ્રભાવિત થઈ ચૂક્યું છે, તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે માંગ કરી કે, આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે, કારણ કે તે જાહેર બાબત છે. પરંતુ પીએમ મોદીએ યુએસ ડિલ મુદ્દે સાઈન કરી દીધી છે. ટ્રમ્પ સામે ઝૂકી ગયા છે. તેઓ આ મુદ્દે ચર્ચા કરવા માંગતા નથી. પીએમ પાર્લામેન્ટમાંથી જતા રહ્યા, જોઈ લેજો નહીં આવી શકે.
વિપક્ષે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને ગલ્ફ દેશોમાં કામ કરતા લાખો ભારતીયોની સલામતી પર ભાર મૂક્યો, જ્યાં રેમિટન્સ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ નવમા દિવસમાં પ્રવેશી ગયો છે, જેમાં બાળકો સહિત 1,200 થી વધુ લોકોના મોત થયા છે.
વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ અચાનક છોડી દીધો. વિપક્ષી ગઠબંધન, INDIA એ શરૂઆતમાં ફેબ્રુઆરીમાં બિરલા પર પક્ષપાતી વર્તનનો આરોપ લગાવતી નોટિસ રજૂ કરી હતી, પરંતુ સંખ્યાના અભાવે, તેઓએ રણનીતિ બદલી. તેના બદલે તેમણે ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર પર કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા






