મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'રાષ્ટ્રહિતોને આગળ વધારવા માટે તમામ શક્ય પગલાં ભરીશું',US ટેરિફ પર લોકસભામાં સરકારનો જવાબ

સંસદના બન્ને સદનો રાજ્યસભા અને લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા સમાપ્ત થઇ છે.હવે બન્ને સદનોમાં સામાન્ય કામક

'રાષ્ટ્રહિતોને આગળ વધારવા માટે તમામ શક્ય પગલાં ભરીશું',US ટેરિફ પર લોકસભામાં સરકારનો જવાબ

સંસદના બન્ને સદનો રાજ્યસભા અને લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા સમાપ્ત થઇ છે.હવે બન્ને સદનોમાં સામાન્ય કામકાજ ચાલી રહ્યું છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકા તરફથી લગાવાવમાં આવેલા 25 ટકા ટેરિફને લઇને નિવેદન આપ્યું હતું. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે હંગામો કર્યો હતો. આ વચ્ચે લોકસભાની કાર્યવાહી કાલે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

લોકસભામાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલા ટેરિફની જાહેરાત પર નિવેદન આપ્યું હતું. પીયૂષ ગોયલે કહ્યું કે આયાત પર 10થી 50 ટકા સુધી ટેરિફ લગાવવાની વાત કરી હતી.

'અમે  સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરીશું'- પિયુષ ગોયલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ જાહેરાત પર વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં નિવેદન આપ્યું હતું. પીયૂષ ગોયલે કહ્યું કે બંને પક્ષો વચ્ચે ચાર રાઉન્ડની દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આયાત પર 10થી 15 ટકા ટેરિફ અંગે વાત થઈ હતી. દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાત થઈ હતી. કેટલીક વર્ચ્યુઅલ બેઠકો પણ યોજાઈ હતી. અમે અમારા સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરીશું. અમે દેશના હિતમાં જરૂરી દરેક પગલાં લઈશું. વિશ્વ વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને અમે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંના એક છીએ. તેમણે કહ્યું કે અમેરિકાના આ પગલાની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પે મિત્ર દેશ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ

ટ્રમ્પે  ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં નિવેદન આપ્યું હતું કે,  તે ભારત અને રશિયા સાથે વેપાર કરવા માગતો નથી. કારણકે, તેમની ઈકોનોમી ‘ડેડ ઈકોનોમી’ છે. ટ્રમ્પના વિરોધ છતાં ભારતના રશિયા અને ઈરાન સાથેના વેપાર સંબંધોના પગલે ટ્રમ્પે આ પગલું લીધુ હોવાનું તેના નિવેદન પરથી સ્પષ્ટ જણાઈ રહ્યુ હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું,'મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. મને ફક્ત એ જ ફરક પડે છે કે તે મળીને પોતાના મૃત અર્થતંત્રને કેવી રીતે નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી.'

ભારત પર ટેરિફ +પેનલ્ટી

30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'

આ સમાચાર શેર કરો