મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ સામે દિલ્હી હાઇકોર્ટમાં PIL, રાહુલ ગાંધી પર કરી હતી અપમાનજક ટિપ્પણી 

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ સામે દિલ્હી હાઇકોર્ટમાં PIL, રાહુલ ગાંધી પર કરી હતી અપમાનજક ટિપ્પણી 

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી હિન્દુ સેના (એસ)ના પ્રમુખ સુરજીત યાદવે દાખલ કરી છે. અરજી કરતા આરોપ લગાવ્યો કે રવનીત બિટ્ટુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

PIL દ્વારા રવનીત બિટ્ટુ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં લખવામાં આવ્યું કે રવનીત બિટ્ટુની ટિપ્પણીમાં વ્યાપક હિંસા અને અશાંતિ ફેલાવવાની ક્ષમતા છે. અરજદાર બિટ્ટુની ટિપ્પણીઓને કારણે જાહેર શાંતિને ભંગ કરવાનો આરોપ મુકતા જરૂરી પગલાં ભરવા કોર્ટને વિનંતી કરવામાં આવી છે.

અજય માકને પણ નોંધાવી ફરિયાદ

કોંગ્રેસના નેતા અજય માકને લોકસભામાં વિરોધ પક્ષ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વિરૂદ્ધ દિલ્હી તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અજય માકને કહ્યું, "ભાજપના એક નેતાએ દિલ્હીમાં ગત અઠવાડિયે એક રીતે રાહુલ ગાંધીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે તેને કહ્યું કે રાહુલ ગાંધી સાવધાન થઇ જજો નહીંતર તમારા હાલ પણ તમારા દાદી જેવા જ થશે. આજે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે."

આ સમાચાર શેર કરો