મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એર ઈન્ડિયા ફ્લાઈટના ભોજનમાં મળ્યો છરીનો ટુકડો, ફરિયાદ કરતાં એરલાઈન્સે ઓફરની આપી લાંચ

એર ઈન્ડિયાની બેંગલુરુથી સાન ફ્રાંસિક્સો જનારી ફ્લાઈટમાં મોટી લાપરવાહી સામે આવી છે. આ ફ્લાઈટમાં એક પ્રવાસીને ખા

એર ઈન્ડિયા ફ્લાઈટના ભોજનમાં મળ્યો છરીનો ટુકડો, ફરિયાદ કરતાં એરલાઈન્સે ઓફરની આપી લાંચ

એર ઈન્ડિયાની બેંગલુરુથી સાન ફ્રાંસિક્સો જનારી ફ્લાઈટમાં મોટી લાપરવાહી સામે આવી છે. આ ફ્લાઈટમાં એક પ્રવાસીને ખાવામાં મોટી બ્લેડ આવી હતી. આ ઘટના 9 જૂનની છે. ઘટના સામે આવતાં એર ઈન્ડિયાએ પોતાની ભૂલ માની છે. જાણકારી મુજબ મૈથર્સ પોલ નામના પેસેન્જરે દાવો કર્યો છે કે ગત અઠવાડિયે બેંગલુરુથી સાન ફ્રાંસિસ્કો જતા સમયે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 175માં તેને પિરસવામાં આવેલા ભોજનમાં બ્લેડ( છરીનો ટુકડો) મળ્યો હતો. 

પત્રકાર મૈથર્સ પોલે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે લખ્યું છે કે, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેને આપવામાં આવેલા ભોજનમાં કંઈક ગરબડ છે. તેણે શેકેલા શક્કરિયા અને અંજીર ચાટ મંગાવી હતી. તે જ્યારે આ ખાઈ રહ્યો હતો ત્યારે તેના મોંઢામાં કંઈક અજીબ વસ્તુ આવી હોય તેવું લાગ્યું. મોંમાંથી બહાર કાઢીને ધ્યાનથી જોયું તો ખબર પડી કે છરીનો ટુકડો છે.  

પીડિત વ્યક્તિએ પોતાનો અનુભવ X પર બતાવતા તેના ફોટો પણ શેર કર્યા છે. મૈથર્સે એર ઈન્ડિયાના ફૂડનો ફોટો શેર કરી અને લખ્યું, "એર ઈન્ડિયાનું ફૂડ છરીની જેમ કાપી શકે છે. તેના શેકેલા શક્કરિયા અને અંજીરના ચાટમાં છરીનો ટુકડો હતો. જો તે ખોરાકની સાથે મોંમાં ગયો તો ખબર પડી. સદનસીબે, કોઈ નુકસાન થયું નથી."

અલબત્ત, આનો દોષ સંપૂર્ણપણે એર ઈન્ડિયાની કેટરિંગ સેવાનો છે, પરંતુ આ ઘટનાથી એર ઈન્ડિયા પ્રત્યે મારા મનમાં જે ઈમેજ છે તેને કોઈ નુકસાન થયું નથી, પરંતુ જો આ જ ખોરાક કોઈ બાળકને આપવામાં આવ્યો હોત તો શું થાત? આ ઘટના બાદ એર ઈન્ડિયાએ પેસેન્જરનો સંપર્ક કરીને તેની માફી માગતા એર ઈન્ડિયાની કોઈપણ ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની 1 વર્ષની વેલિડિટીવાળી વન-વે ટિકિટ ઓફર કરી. પરંતુ પૉલે એર ઈન્ડિયાની ઑફર સ્વીકારવાનો ઇનકાર કરતા તેને એક પ્રકારની 'લાંચ' ગણાવી હતી.

એર ઈન્ડિયાએ આ બાબતે માફી માગતા કહ્યું કે, આ બાબતે સંપૂર્ણ તપાસ કરીને તેનું સમાધાન કરશે. શાક સમારવાની છરીનો ટુકડો ઉછરીને કોઈ ફૂડમાં આવી ગયો હોવાનું બતાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો