મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિરુદ્ધ અરજી, હાઈકોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું…

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જો કે અરજીને ફગાવી

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિરુદ્ધ અરજી, હાઈકોર્ટે  મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું…

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જો કે અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પાંચ ગેરંટીઓને સામાજિક કલ્યાણ નીતિઓ તરીકે ગણવામાં આવે. તેઓ આર્થિક રીતે મજબૂત છે કે નહીં તે એક અલગ પાસું છે.

લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસનો ઢંઢેરો ચર્ચામાં છે. ભાજપ દ્વારા કોંગ્રેસ પર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા મેનિફેસ્ટો પર કર્ણાટક હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી દરમિયાન ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો ખોટી નીતિનો મામલો હોઈ શકે છે, પરંતુ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ તેને ભ્રષ્ટ વ્યવહાર કહી શકાય નહીં. કોંગ્રેસના ધારાસભ્ય બીઝેડ ઝમીર અહેમદ ખાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા જસ્ટિસ એમઆઈ અરુણે આ ટિપ્પણી કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે કોંગ્રેસે આપેલા વચનો ભ્રષ્ટ હતા અને તેથી ચૂંટણી રદ થવી જોઈએ.

અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે કહ્યું, "ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પાંચ ગેરંટીઓને સામાજિક કલ્યાણ નીતિઓ તરીકે ગણવામાં આવવી જોઈએ.” તેઓ આર્થિક રીતે મજબૂત છે કે નહીં તે એક અલગ પાસું છે. આ અન્ય પક્ષોને બતાવવા માટે છે કે કેવી રીતે ઉપરોક્ત યોજનાઓનો અમલ રાજ્યની તિજોરીની નાદારી સમાન છે. શક્ય છે કે કેસના આપેલ તથ્યો અને સંજોગોમાં તેને ખોટી નીતિઓ તરીકે ઓળખવામાં આવે પરંતુ ભ્રષ્ટ વ્યવહાર તરીકે નહીં.

આ અરજી શશાંક જે શ્રીધરે કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરી હતી. અરજદારની દલીલ છે કે કોંગ્રેસ દ્વારા તેના ઢંઢેરામાં આપેલા વચનો ભ્રષ્ટાચાર સમાન છે અને તેથી વિજેતા ઉમેદવારની ચૂંટણી રદ થવી જોઈએ. ગત વર્ષે કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં પાંચ વચનો આપ્યા હતા. જેમાં 200 યુનિટ મફત વીજળી, પરિવારની દરેક મહિલા વડાને રૂ. 2,000ની ચુકવણી, BPL પરિવારના સભ્યોને 10 કિલો રાશનનો પુરવઠો, બેરોજગાર શિક્ષિત યુવાનોને સ્ટાઇપેન્ડ અને મહિલાઓ માટે રાજ્યની બસોમાં મફત મુસાફરીનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે પક્ષ દ્વારા તેઓ જે નીતિ લાવવા માગે છે તેના વિશે કરવામાં આવેલી કોઈપણ જાહેરાતને ભ્રષ્ટ આચાર તરીકે ગણી શકાય નહીં.

આ સમાચાર શેર કરો