VIDEO: પટના રેલ્વે સ્ટેશન પાસે હોટલમાં ભીષણ આગથી 6 લોકોના મોત, 4 મહિલાઓની હાલત અતિ ગંભીર
બિહારની રાજધાની પટનામાં ગુરુવારે રેલવે સ્ટેશન સ્થિત પાલ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અ

બિહારની રાજધાની પટનામાં ગુરુવારે રેલવે સ્ટેશન સ્થિત પાલ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. મરનારામાં મહિલા અને પુરુષો બંને શામેલ છે. 18 જેટલા લોકોને ઘાયલ અવસ્થામાં પીએમસીએચમાં દાખલ કરાયા છે. કેટલાયની હાલત અતિ ગંભીર છે. કેટલાય 80થી 90 ટકા દાઝી ગયા છે. આગ એટલી ભીષણ હતી કે, ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, તેમાં હોટલ ઉપરાંત દુકાનો પણ હતી. હાલ ઘટનાસ્થળે કોતવાલી પોલીસ સ્ટેશનો સ્ટશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની 51 જેટલી ગાડીઓ સતત બે કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.
બચાવ કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં 25થી 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં લાગેલી આગમાં કેટલાક બચાવ કર્મચારીઓને પણ આંશિક ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમના મોત થયા છે, તેમની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર મહિલાઓની હાલત ગંભીર છે.
18 લોકો હોસ્પિટલમાં દાખલ
પીએમસીએચ પ્રાચાર્ય ડૉક્ટર વિદ્યાપતિ ચૌધરીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 18 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડા છે, જેમાંથી છના મૃત્યુ થયા છે. જ્યારે આઈસીયુમાં 12 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનામાં પાલ હોટલ અને તેની પાસેની હોટલ સંપૂર્ણ બળી ગઈ છે. હોટલ તેમજ આસપાસની બિલ્ડિંગોમાંથી 45થી વધુ લોકોને બહાર કઢાયા છે. આગ પર કાબૂ મેળવી ચૂક્યા છે. ફાયર જવાનો હજુ તપાસ કરી રહી છે.
ડઝનથી વધુ કારો પણ સળગી
ફાયર બ્રિગેડ વિભાગના ડીઆઈજી મૃત્યુંજય ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 40થી 45 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ભીષણ આગમાં હોટલની નીચે ડઝથી વધુ કારો પણ સળગી ગઈ છે. ઘટનાસ્થળે વધુ છ એમ્બ્યુલન્સ મંગાવાઈ છે. આગને કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. જેનાથી ઉપરના માળેથી લોકોને બચાવી લેવાયા હતા.
આગ કેમ અને કેવી રીતે લાગી?
પ્રત્યક્ષદર્શી સ્ટાફ રંજને જણાવ્યું કે, હોટલમાં ગેસ સિલિન્ડરથી આગ લાગી હતી. ચાઉમિંગ અને અન્ય ફાસ્ટ ફૂડ બનાવવા માટે એક નવું સિલિન્ડર લાવવામાં આવ્યું હતું જે પહેલેથી લીક થઈ રહ્યું હતું. એટલે ફાસ્ટફૂડ સ્ટોલ પર ચાલુ રહેલા અન્ય ગેસ સ્ટવથી આગ લાગી ગઈ. એ પછી સ્ટાફે ત્રણ કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં આગ ના ઓલવાઈ. એ પછી ત્યાં હાજર લોકો બૂમાબૂમ કરતા બહાર નીકળીને ભાગ્યા હતા. એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જણવાઈ રહ્યું છે કે અંદર 10થી 12 ગેસ સિલિન્ડિર હતા.








