મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણાના પંચકુલામાં મોટો અકસ્માત, રોડવેઝની બસ પલટી, 40થી વધુ બાળકો ઘાયલ

Panchkula of Haryana Roadways bus overturns, more than 40 children injured | હરિયાણાના પંચકુલામાં 40 બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી જવાના સમાચાર સામે આવ્યા છે.

હરિયાણાના પંચકુલામાં મોટો અકસ્માત, રોડવેઝની બસ પલટી, 40થી વધુ બાળકો ઘાયલ

હરિયાણાના પંચકુલામાં 40 બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી જવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત પિંજોર પાસે થયો જ્યાં હરિયાણા રોડવેઝની બસ પલટી ગઈ. ઘણા બાળકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને પંચકુલાની સેક્ટર 6 સિવિલ હોસ્પિટલ અને પિંજોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 40 બાળકો ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. હાલ અકસ્માતનું કારણ ઓવર સ્પીડ હોવાનું કહેવાય છે.

ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડાયા 

ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત બાળકોને પંચકૂલા સેક્ટર 6ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી કોઈ મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી પણ અનેક બાળકોની હાલત ગંભીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એક મહિલાની હાલત ગંભીર 

આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બસમાં વધારે પડતાં મુસાફરો અને ઓવરસ્પીડમાં દોડાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે રોડની હાલત પણ સારી નહોતી.

આ સમાચાર શેર કરો