VIDEO: 'દેશમાં ઘૂસીને અમને માર્યા હતા', પાકિસ્તાનનો ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર મોટો ખુલાસો
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. ભાગલા પડ્યા બાદ પછી પાકિસ્તાન અન

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. ભાગલા પડ્યા બાદ પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પણ પાકિસ્તાનને તેના નાપાક ઈરાદાઓને કારણે પાઠ ભણાવ્યો છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જોકે, પાકિસ્તાને અત્યાર સુધી ભારતે ક્યારેય કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાની વાત સ્વીકારી નહોતી.
હવે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યું છે કે, ભારતે પુલવામા હુમલા બાદ વળતી કાર્યવાહી કરતાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નાઝીમ સેઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે, ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનો ભાગ X (ટ્વિટર) પર પાક અનટોલ્ડ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેણે સર્જિકલ સ્ટ્રાઈકની કબૂલાત કરી છે. સર્જિકલ સ્ટ્રાઈક સ્વીકારતા પહેલા નાઝીમ સેઠીએ કહ્યું હતું કે, પાકિસ્તાને હાલના સમયમાં જે રીતે અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો તે ભારતની દેન છે.
નાઝીમ સેઠીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સેનાએ ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાંથી શીખ મેળવીને, તેની રાહે ચાલીને અફઘાન સેનાને પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાની સર્જીકલ સ્ટ્રાઈકમાં અફઘાનના કેટલાક નેતાઓને મારી નાંખ્યા.
16 સપ્ટેમ્બર 2016ના પકિસ્તાન દ્વારા આતંકીઓએ સૂતેલા ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આર્મી કેમ્પમાં થયેલા આ હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા, આ આતંકી હુમલાના 11 દિવસ બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને તેનો બદલો લીધો હતો.
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાનો કેમ્પ હતો. આ કેમ્પમાં 16 સપ્ટેમ્બર 2016ના રપજ આતંકીઓએ હુમલો કરવાની યોજના બનાવી હતી. સવારે સૂર્યોદય પહેલા જ્યારે તમામ સૈનિકો સૂતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ચાર આતંકવાદીઓ કેમ્પમાં ઘૂસીને ફાયરિંગ શરૂ કરી દીધું. સૂતેલા સૈનિકોના તંબુઓને આગ લગાડવામાં આવી. આ ઓચિંતો હુમલો થતાં સૈનિકોને બચવાની તક મળી ન હતી. પરિણામે ભારતે તેના 18 જાંબાજ સૈનિકો ગુમાવ્યા. જોકે ચારેય આતંકવાદીઓ પાછળથી માર્યા ગયા હતા.
આ મોટા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં બદલાની આગ ભભૂકી ઉઠી હતી. આતંકવાદીઓને પાઠ ભણાવવા દેશભરમાં રોષ ભભૂક્યો હતો. આ દરમ્યાન સરકાર તરફથી પડદા પાછળ આ બદલાની આખી સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી. સમગ્ર ઓપરેશન માટે આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરવામાં આવી હતી. ક્યાં હુમલો કરવો અને ક્યાં આતંકવાદી કેમ્પ છે. આ પછી 29 સપ્ટેમ્બર 2016ની મોડી રાત્રે ભારતના પેરા કમાન્ડોની એક ટીમ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પ્રવેશી. લગભગ 3 કિલોમીટર અંદર પ્રવેશ્યા બાદ ભારતીય સેનાના જવાનોએ તેમનું સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું. જવાનોએ પીઓકેમાં હાજર તમામ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા.
કેવી રીતે કરાઇ સર્જિકલ સ્ટ્રાઈક ?
સર્જિકલ સ્ટ્રાઈક માટે પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સ)ને પસંદ કર્યું.
PoKમાં રાત્રે 12.30 કલાકે ઓપરેશન શરૂ કર્યું અને સવારે 4.30 કલાકે પૂરુ કરાયું.
Para SFના કમાન્ડોને હેલિકોપ્ટરથી એલઓસી પર ઉતારવામાં આવ્યા હતા.
કમાન્ડોએ કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર જમીન પર સરકીને પાર કર્યો.
અત્યાધુનિક હથિયારોથી સજ્જ સેના કમાન્ડોને પહેલેથી જ આતંકી અડ્ડાઓની સટીક જાણકારી હતી.
સેનાએ PoKમાં ચાર અલગ અલગ સેક્ટરમાં ઓપરેશન કરીને અંદાજે 40-50 આતંકીઓને મારવામાં આવ્યા.
આતંકીઓના 7 કેમ્પ પૂરી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા. કાર્યવાહી બાદ તમામ સૈનિક સહી સલામત પરત ફર્યા હતા.
પીએમ મોદીએ જાતે જ સમગ્ર ઓપરેશન પર નજર રાખી હતી. સેનાના પ્રમુખ મંત્રી, રક્ષા મંત્રી, એનએસએ (NSA) અજીત ડોભાલ ઓપરેશન સાથે જોડાયેલ હતા.








