મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PMની ધ્યાન સાધનાથી વિપક્ષ પરેશાન, ચૂંટણી પંચ કેમ નહીં ભરે કોઈ પગલાં?

લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આવતી કાલે અંતિમ તબક્કાનું વોટિંગ થશે. PM નરેન્દ્ર મોદી ગુરુવારે ભાજ

PMની ધ્યાન સાધનાથી વિપક્ષ પરેશાન, ચૂંટણી પંચ કેમ નહીં ભરે કોઈ પગલાં?

લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આવતી કાલે અંતિમ તબક્કાનું વોટિંગ થશે. PM નરેન્દ્ર મોદી ગુરુવારે ભાજપ માટેના તેમના મેરેથોન પ્રચાર અભિયાનને પૂરું કરીને રોક મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેઓ મૌન વ્રત ધારણ કરીને ઉપવાસ ઉપર ઉતર્યા છે. રોક મેમોરિયલમાં 1 જૂનની સાંજ સુધી ધ્યાન સાધના કરશે. પરંતુ પીએમ મોદીના આ કાર્યથી પણ વિપક્ષને વાંધો પડ્યો છે.

વિપક્ષે ચૂંટણી પંચનો સંપર્ક કરીને આ બાબતના કવરેજ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ ઉપરાંત ભાજપ અને પીએમ મોદી સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. જોકે, નિયમોના નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણી પંચ આ અંગે કોઈ પગલાં લે તેવી શક્યતા નથી. તેનું કારણ એ છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં આવા કોઈપણ કાર્યક્રમ પર પ્રતિબંધ નથી, જે હેઠળ ચૂંટણી પંચ આવા કેસમાં પગલાં લે.

આ સિવાય 2019ની ઘટનાને ધ્યાને લેતા ચૂંટણી પંચ કદાચ કોઈ કાર્યવાહી નહીં કરે. દેશમાં જ્યારે વિવિધ તબક્કામાં ચૂંટણી યોજાય છે, ત્યારે જો એક વિસ્તારમાં મતદાન ચાલુ હોય છે. અને બીજા વિસ્તારોમાં નેતાઓ જ્યાં મતદાન થવાનું બાકી હોય એવા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરતા હોય છે. આવી સ્થિતિમાં પીએમ મોદી જે જગ્યાએ ધ્યાન સાધના કરી રહ્યા છે ત્યાં મતદાન નથી. પીએમ મોદીની સાધના પ્રચારનો ભાગ છે તેવી વિપક્ષની દલીલને સ્વીકારવામાં આવે તો પણ ચૂંટણી પંચ આ નિયમ હેઠળ કોઈ કાર્યવાહી કરે તેવી શક્યતા નથી.

આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી પોતે ધ્યાન દરમિયાન મૌન રહેવાના છે. આવી સ્થિતિમાં તેને કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન ગણી શકાય નહીં. એવું પણ જાણવા મળે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમની માહિતી પીએમઓ દ્વારા આયોગને આપવામાં આવી હતી. નોંધનીય છે કે કોંગ્રેસે આ મામલે પંચનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે પીએમ મોદીનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવે અથવા તેના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવામાં આવે. કોંગ્રેસનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની આ ઘટના ચૂંટણી પર સીધી કે આડકતરી રીતે અસર કરે છે.

નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીએ આ રીતે ધ્યાન કરવા નીકળ્યા હોય. આ પહેલા પણ તેઓ 2019ની સામાન્ય ચૂંટણીના છેલ્લા રાઉન્ડ પહેલા કેદારનાથ ગયા હતા. ગત વખતે પણ વારાણસીમાં જ છેલ્લા રાઉન્ડનું મતદાન થયું હતું. ત્યારે પણ લગભગ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે આ પણ આડકતરી રીતે પ્રચાર કરવા જેવું છે.

આ સમાચાર શેર કરો