મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓપરેશન સિંદૂર ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિતઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Operation Sindoorમાં બહાદુર સશસ્ત્ર દળો, ગુપ્તચર એજ

VIDEO: ઓપરેશન સિંદૂર ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિતઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Operation Sindoorમાં બહાદુર સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોની ભૂમિકાને સલામ કરી હતી. આમના બળથી જ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ Operation Sindoor ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે, પહેલગામમાં રજાઓ મનાવી રહેલા દેશવાસીઓને તેમના ધર્મ પૂછીને તેમના પરિવારની સામે ગોળીએ માર્યા. કોઈએ પતિ તો કોઈએ પિતા અને કોઈએ પુત્ર ગુમાવ્યો. ધર્મ પૂછી ગોળીએ મારીને આ દેશને તોડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ હતો. 

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને ટ્રેનિંગ સેન્ટરોને ચોક્કસ પ્રહાર કર્યા છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે, ભારત આટલું મોટો નિર્ણય લેશે. જ્યારે દેશ એક થાય છે, દેશ પહેલાની ભાવના ઉભી થાય છે અને રાષ્ટ્ર સર્વોપરી થાય છે, ત્યારે કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે.’

આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા આખો દેશ એક થયો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તાજેતરમાં જ દેશનું સામાર્થ્ય અને સંયન બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વિરતા દેખાડી. આતંકવાદી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તમામ નાગરિકો, તમામ વર્ગો અને તમામ રાજકીય પક્ષો એક સ્વરે ઉભા થયા. અમે આતંકવાદીઓને આકરી કાર્યવાહી કરવા માટે સેનાને તમામ ખુલ્લી છૂટ આપી દીધી.’

આ સમાચાર શેર કરો