Video: ત્રીજા દિવસે પાણીથી ઘેરાયેલા નદુથુરુથી ટાપુ પર હાથી દેખાયો

કેરળના ઇડુક્કી જિલ્લામાં જંગલી હાથી 'ચક્કાકોમ્બન'ને સુરક્ષિત રીતે જંગલમાં પરત મોકલવા માટેનું ઓપરેશન સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. વન વિભાગની શોધખોળ દરમિયાન આ હાથી ચારેબાજુથી પાણીથી ઘેરાયેલા નદુથુરુથી ટાપુ પર હોવાનું જણાયું છે. હાથી ટાપુ પરથી બહાર નીકળીને રહેણાંક વિસ્તાર કે પન્નિયાર એસ્ટેટ તરફ આગળ ન વધે તે માટે વન વિભાગ દ્વારા ખાસ બોટ ટીમ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને હાથીની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સ્થાનિક લોકોની સુરક્ષા જળવાઈ રહે.
જાહેરાત














