Video: ત્રણ ફાયર વાહનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી

તેલંગાણાના હૈદરાબાદમાં ખૈરતાબાદ ખાતે આવેલી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કચેરીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણ ફાયર ફાઈટર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર નજર રાખી છે.
જાહેરાત














