Video: ઉત્તર પ્રદેશના હાથરસમાં આગ્રા-અલીગઢ હાઇવે પર ઈ-રિક્ષા અને મેક્સ ગાડીની ટક્કરમાં ત્રણનાં મોત

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના હાથરસમાં આગ્રા-અલીગઢ હાઇવે પર ઈ-રિક્ષા અને મેક્સ ગાડી વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં બે લોકોને વધુ સારવાર માટે અલીગઢ રિફર કરાયા છે અને એક બાળકને હાથરસ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયું છે. અકસ્માતમાં સંડોવાયેલી મેક્સ ગાડીના ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત