Video: ત્રિપુરામાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ: ૧૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન, ૧૦ હજાર સુરક્ષા જવાન તૈનાત કરાયા

સોર્સ: gstv

ત્રિપુરામાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ૨૭ નવેમ્બરના રોજ રાજ્યની ૧૬ શહેરી સ્થાનિક સંસ્થાઓની નગરપાલિકા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલો, નગર પંચાયતો અને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. 

ત્રિપુરામાં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુચારુ મતદાન સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં ૭૦૪ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને ૯૦૯ મતદાન ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ અને સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હવે તમામની નજર મતદાન પ્રક્રિયા અને ઉમેદવારોના ભાવિ પર ટકેલી છે. રાજ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ચૂંટણી માટે તમામ જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી જંગમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપના ૨૬૬, સીપીઆઈ(એમ)ના ૨૨૮, કોંગ્રેસના ૨૦૧, ટિપરા મોથા પાર્ટીના નવ અને સીપીઆઈના છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ૨૩૩ ઉમેદવારો અપક્ષ તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મતદારોની વાત કરીએ તો, રાજ્યમાં કુલ ૫ લાખ 65 હજાર મતદારો મતદાન કરવા માટે પાત્ર છે, જેમાં 2 લાખ 76 હજાર પુરુષો અને 2 લાખ 88 હજાર મહિલાઓ અને ૪૩ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે ફરજ પર આશરે ૪ હજાર ૬૦૦ મતદાન કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

જાહેરાત

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે. ચૂંટણી ફરજ માટે ત્રિપુરા પોલીસ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના આશરે 7 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.  ૩૯ કંપનીઓમાં વિભાજિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 3 હજાર જવાનો પણ સુરક્ષાની કમાન સંભાળી રહ્યા છે. રાજ્ય ચૂંટણી કમિશનર ચક્રવર્તીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે ચૂંટણી પંચ જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ સત્તાવાળાઓ સાથે સીધું સંકલન સાધી રહ્યું છે. સાયલન્સ પિરિયડ એટલે કે પ્રચાર બંધનો સમયગાળો અમલમાં આવી ગયો છે, જે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ૨૭ નવેમ્બરે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે.

અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ૧૬ શહેરી સંસ્થાઓની આ ચૂંટણી ત્રિપુરાના સ્થાનિક રાજકારણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી પંચની સજ્જતા અને ૧૦ હજાર જેટલા સુરક્ષા જવાનોના ચુસ્ત પહેરા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત