Video: ત્રીજા બાળકના જન્મ પર ઈનામ

સોર્સ: gstv

પાટીદાર સમાજની ઘટતી વસતિને ધ્યાનમાં રાખીને કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમાજમાં ત્રીજા બાળકના જન્મ પર ૫૧ હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે. ખાસ કરીને ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થાય તો પણ ૫૧ હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાન અને પહેલને સ્વીકારીને હિંમતનગર ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. સમાજની વસતિ સંતુલન અને ભવિષ્યની પેઢીને ધ્યાને લઈને લેવાયેલા આ નિર્ણયને સમાજના આગેવાનો અને લોકો દ્વારા આવકાર મળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત