મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષની ખુરશી પર બેસાડવા માટે NDAનો 'પ્લાન 300', સમજો સમીકરણ

ઓમ બિરલા અથવા કે સુરેશ 18મી લોકસભાનો સ્પીકર કોણ બનશે તે હજુ પણ સૌથી મોટો સવાલ છે. આઝાદી પછી આવું બીજી વખત બનવા

ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષની ખુરશી પર બેસાડવા માટે NDAનો 'પ્લાન 300', સમજો સમીકરણ

ઓમ બિરલા અથવા કે સુરેશ 18મી લોકસભાનો સ્પીકર કોણ બનશે તે હજુ પણ સૌથી મોટો સવાલ છે. આઝાદી પછી આવું બીજી વખત બનવા જઇ રહ્યું છે જ્યારે સહમતિ ના બની શકતા સ્પીકર માટે ચૂંટણી યોજાશે. BJPએ ઓમ બિરલા અને કોંગ્રેસે કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે. 

ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી સાંસદ ચૂંટાયા છે જ્યારે કે સુરેશ કેરળના મવેલિકારાથી ચૂંટણી જીત્યા છે. વોટિંગ 26 જૂન સવારે 11 વાગ્યે થશે. ઇન્ડિયા ગઠબંધન પાસે પુરતું સંખ્યાબળ નથી છતા કે સુરેશને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં ભાજપ પણ NDAની તાકાતમાં વધારો કરવા માટે મહેનત કરી રહ્યું છે.

સમજો નંબર ગેમ

હવે જો નંબર ગેમની વાત કરીએ તો લોકસભામાં BJPના 240 સાંસદ છે અને પાર્ટીના નેતૃત્વમાં NDAના કૂલ 293 સાંસદ છે. NDAને બહુમત મળ્યો છે. હવે જો ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો તેના 233 સાંસદ છે જેમાંથી કોંગ્રેસના 99 સાંસદ છે. અન્ય પક્ષ પાસે 16 સાંસદ છે જેમાંથી અપક્ષ સાંસદ પણ સામેલ છે. જો 16 સાંસદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું સમર્થન કરે છે તો પણ તેમની સંખ્યા 249 સુધી પહોંચી શકે છે. સ્પીકરની ચૂંટણી જીતવા માટે 271નો જાદુઇ આંકડાએ પહોંચવું જરૂરી છે.

ઇન્ડિયા ગઠબંધન માટે સ્પીકરનું પદ મેળવવાની આશા તે સમય સુધી ના કરી શકાય જ્યાર સુધી નીતિશ કુમારની JDU અને ચંદ્રબાબુ નાયડુની TDP જેવી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કે સુરેશના સમર્થનમાં ક્રોસ વોટિંગ નથી કરતી. NDAના બન્ને મોટા સહયોગી TDP અને JDU પહેલા જ ઓમ બિરલાને પોતાનું સમર્થન આપવાનું મન બનાવી ચુક્યા છે.

ભાજપ શું પ્લાનિંગ કરે છે?

ભારતીય જનતા પાર્ટી (BJP)ની રણનીતી સ્પીકરી ચૂંટણીમાં NDAના સમર્થનને 300 પહોંચાડવાનું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP લોકસભા સ્પીકરની ચૂંટણીમાં BJP સાંસદ ઓમ બિરલાનું સમર્થન કરશે. YSRCPના 4 સાંસદોનું સમર્થન મળતા NDAની સંખ્યા 297 પહોંચી જશે. હવે ભાજપ 3 કે તેનાથી વધુ સમર્થન મેળવવામાં લાગેલી છે. ભાજપ હરસિમરત કૌર બાદલ, ચંદ્રશેખર આઝાદ અને શિલોંગના સાંસદ રિક્કી એન્ડ્ર્યૂ જે સ્યંગકોના મત મેળવવાની આશા કરી રહ્યું છે. જો આ ત્રણ સાંસદોએ ભાજપનો સાથ આપ્યો તો આંકડો 300 પહોંચી જશે.

આ સમાચાર શેર કરો