Video: વાહન બચાવવા જતા ઢળેલા ટેન્કરમાંથી ઓઇલ લૂંટાયું

મધ્યપ્રદેશના દેવાસ બાયપાસ પર એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સામે આવી રહેલા વાહનને બચાવવાના પ્રયાસમાં પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ઓઇલ ટેન્કર અચાનક પલટી ખાધું હતું. આ ગંભીર અકસ્માતને કારણે રોડ પર મોટા પ્રમાણમાં જ્વલનશીલ તેલ ઢોળાઈ ગયું હતું. બીજી તરફ, માર્ગ પર ઓઇલ વહેતું થતાં જ આસપાસના સ્થાનિક લોકોમાં તેને એકત્રિત કરવાની હોડ જામી હતી. જીવનું જોખમ હોવા છતાં લોકો ડબ્બા, વાસણો અને બોટલો લઈને ઢોળાયેલું ઓઇલ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભીડને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાની કવાયત હાથ ધરી હતી.
જાહેરાત














