ટોલ પ્લાઝા પાર કરતાં જ પકડાઈ જશે વીમા વગરના વાહનો, સીધો મોબાઈલ પર આવશે એલર્ટ મેસેજ

ટોલ પ્લાઝા પાર કરતાં જ પકડાઈ જશે વીમા વગરના વાહનો, સીધો મોબાઈલ પર આવશે એલર્ટ મેસેજ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અત્યાર સુધી માન્ય વીમા (ઇન્શ્યોરન્સ) વગર વાહન ચલાવતી વખતે માત્ર ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન જ પકડાઈ જવાનો ડર રહેતો હતો, પરંતુ હવે હાઈવે પર ટોલ પ્લાઝા પાર કરતાંની સાથે જ તમારા વાહનની કુંડળી ખુલી જશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જેના હેઠળ જે-તે વાહનનો વીમો પૂરો થઈ ગયો હશે તો ટોલ પ્લાઝા પરથી પસાર થતાં જ વાહન માલિકના મોબાઈલ પર સીધો એલર્ટ SMS આવી જશે.

મોટર વ્હીકલ એક્ટ મુજબ દરેક વાહન માટે માન્ય થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ વીમા વગર વાહન ચલાવતા પકડાય તો નીચે મુજબનો દંડ થઈ શકે છે:
•    પ્રથમ વખત નિયમ ભંગ કરવા પર: વાહનના બેઝ પ્રીમિયમના ત્રણ ગણા અથવા રૂ. ૫,૦૦૦ (બેમાંથી જે વધુ હોય તે) દંડની જોગવાઈ છે.
•    બીજી કે ત્યારબાદ પકડાવા પર: બેઝ પ્રીમિયમના પાંચ ગણા અથવા રૂ. ૧૦,૦૦૦ (બેમાંથી જે વધુ હોય તે) દંડ ફટકારવામાં આવી શકે છે.

જાહેરાત

કેવી રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?

NHAI દ્વારા આ નવી વ્યવસ્થાનો પાયલટ પ્રોજેક્ટ દિલ્હીના મુંડકા ટોલ પ્લાઝા (UER-II) ખાતે ટ્રાયલ રૂપે શરૂ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વાહનોની ઓળખ કરવાનો છે જેમનો થર્ડ-પાર્ટી વીમો સમાપ્ત થઈ ગયો છે અથવા જેમની પાસે માન્ય વીમો નથી. દિલ્હીમાં સફળ પરીક્ષણ બાદ આ સિસ્ટમ સમગ્ર દેશના હાઈવે પર લાગુ કરવામાં આવશે.

વીમા વગર વાહન ચલાવવા પર કેટલો દંડ થાય છે?

આ વ્યવસ્થા હેઠળ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોનો રજિસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ‘વાહન’ ડેટાબેઝ સાથે આપમેળે ચકાસવામાં આવશે. જો વાહનનો વીમો એક્સપાયર થઈ ગયો હશે, તો ગણતરીની મિનિટોમાં વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ મોકલવામાં આવશે. આ મેસેજમાં વાહન નંબર, ટોલ પ્લાઝા પાર કર્યાનો સમય અને વીમો પૂરો થયાની તારીખની વિગતો હશે, તેમજ તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવવાની સલાહ પણ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત