Video: ઉધમપુર વહીવટીતંત્ર દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ 236 પંચાયતોમાં સોલાર પાવર્ડ એચડી સીસીટીવી સ્ટ્રીટલાઇટ્સ કરાઈ ઇન્સ્ટોલ

ઉધમપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ગુનાખોરી અને નશીલા પદાર્થોની તસ્કરી ડામવા માટે વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ જિલ્લાની કુલ 236 પંચાયતોમાં આધુનિક સોલાર પાવર્ડ એચડી સીસીટીવી કેમેરાયુક્ત સ્ટ્રીટલાઇટ્સ લગાવવામાં આવી છે, જેનાથી રાત્રિના સમયે પણ ગામડાઓમાં સઘન નજર રાખી શકાશે. અસિસ્ટન્ટ કમિશનર ડેવલપમેન્ટ ઓમ પ્રકાશ અને પૂર્વ સરપંચ મહેશ સિંહ સહિતના સ્થાનિક અગ્રણીઓએ આ પહેલીને આવકારી હતી અને તેનાથી ગ્રામીણ સુરક્ષા તથા મહિલાઓની સલામતીમાં મોટો સુધારો થશે તેમ જણાવ્યું હતું. આ ટેક્નોલોજી આધારિત સર્વેલન્સ સિસ્ટમથી ડ્રગ્સની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે અને અસામાજિક તત્વોમાં પોલીસ તથા પ્રશાસનનો ડર રહેશે.
જાહેરાત








