Video: ડ્રાઈવરને ચક્કર આવવાથી આઠ વાહનોને ટક્કર

કર્ણાટકના બલ્લારીમાં એક ગઝબની દુર્ઘટના સામે આવી છે, જ્યાં ડ્રાઈવરને અચાનક ચક્કર આવી જવાના કારણે ચાલતી બસ પરથી કાબૂ છૂટી ગયો હતો. અનિયંત્રિત બનેલી આ બસે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા આઠ જેટલા ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યા હતા. સદભાગ્યે અકસ્માત સમયે વાહનો પર કોઈ બેઠું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. સમયસર ડ્રાઈવરની તબિયત બગડવાને કારણે સર્જાયેલા આ અકસ્માતની સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત








