મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 786ની નંબર ગેમ, NDA પાસે કેટલી છે તાકાત

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામા

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 786ની નંબર ગેમ, NDA પાસે કેટલી છે તાકાત

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને ગૃહ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે. હવે ચૂંટણી પંચ ગમે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેની પ્રક્રિયા શરૂ કરશે. બંધારણ મુજબ, જો ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે, મૃત્યુ પામે અથવા અન્ય કોઈ કારણોસર પદ પર ન હોય તેવા સમયમાં વહેલીતકે ચૂંટણી યોજવામાં આવે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા કોઈપણ સમયે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી શકાય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના કિસ્સામાં નંબર ગેમ વિશે વાત કરવામાં આવે તો સમીકરણો મુજબ NDA સીધી આગળ છે.

રાજ્યસભા અને લોકસભાના સાંસદો મતદાન કરે છે

NDA વિપક્ષના સપોર્ટ વિના સરળતાથી જીતી શકે છે, પરંતુ તે વિપક્ષી પાર્ટીને સાથે રાખીને સર્વાનુમતે રાજ્યસભાના નવા અધ્યક્ષની પસંદગી કરવા માંગે છે. પરંતુ જો ચૂંટણી થાય તો NDAના ઉમેદવારને સરળતાથી જીત મળે તેમ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો મતદાન કરે છે. આ ઉપરાંત રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ મતદાન કરી શકે છે. કુલ 543 સભ્યો ધરાવતી લોકસભામાં બશીરહાટની માત્ર એક બેઠક ખાલી છે. આ રીતે 542 સાંસદો છે. રાજ્યસભામાં 245 બેઠકોમાં 5 બેઠકો ખાલી છે. બંને સદનોની કુલ ક્ષમતા હાલ 786 સભ્યો છે.

ઉમેદવારને જીતવા માટે 394 સભ્યોના મતની જરૂર પડશે

જો બધા સભ્યો વોટિંગ કરે તો ઉમેદવારને જીતવા માટે 394 સભ્યોના મતની જરૂર પડશે. લોકસભામાં NDAના 293 સભ્યો છે. આ ઉપરાંત રાજ્યસભામાં પણ 129 સભ્યો છે. બંને ગૃહોમાં NDAની કુલ સંખ્યાબળ 422નું છે. જે જીત માટે પૂરતી છે. બંધારણના અનુચ્છેદ ૬૮ ના કલમ ૨ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી શક્ય તેટલી વહેલી તકે થવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ ૫ વર્ષનો હોય છે. જણાવી દઈએ કે, જગદીપ ધનખડ પહેલા કોઈએ પણ આ રીતે રાજીનામું આપ્યું નથી.

એવી ચર્ચા છે કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશને NDA ઉમેદવાર બનાવી શકાય છે. PM નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ હોવા ઉપરાંત બિહાર કનેક્શન છે. JDU નેતા છે. તેથી જ એવી જોરદાર અટકળો છે કે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો