Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two shocking reasons emerged regarding Dhankhar's resignation

ફોન પર બબાલ કે કોઈ મોટી બીમારી? ધનખડના રાજીનામા અંગે સામે આવ્યા બે ચોંકાવનારા કારણો 

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
ફોન પર બબાલ કે કોઈ મોટી બીમારી? ધનખડના રાજીનામા અંગે સામે આવ્યા બે ચોંકાવનારા કારણો 
સોર્સ : GOOGLE

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી ઓચિંતા આપેલા રાજીનામા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ આપીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે, સોમવારે (21 જુલાઈ, 2025), વિપક્ષે જસ્ટિસ વર્માને હટાવવા મહાભિયોગ પ્રસ્તાવ લવાયો. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દો પણ તેમના રાજીનામાનું કારણ હોઈ શકે છે.

App Store

જગદીપ ધનખડને ફોન આવ્યો અને પછી શરૂ થઈ ચર્ચા

એક રિપોર્ટ મુજબ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને કેન્દ્ર સરકાર તરફથી ફોન આવ્યા પછી બબાલ શરૂ થઈ હતી. આ ફોનકોલ પછી જગદીપ ધનખડ પાસે રાજીનામું આપવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો. ચોમાસુ સત્ર દરમિયાન તેમણે જસ્ટિસ વર્માને હટાવવાના પ્રસ્તાવ પર કાર્યવાહી કરતી વખતે વિપક્ષની નોટિસ સ્વીકારી અને ગૃહના મહાસચિવને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો.

ફોન ઉપર સખ્ત પ્રતિક્રિયા આપી

એક રિપોર્ટ મુજબ કેન્દ્ર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિના આ પગલાથી ગુસ્સે થયા બાદ આ મુદ્દે જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરાઈ. આ ફોનમાં તેમણે સખ્ત પ્રતિક્રિયા આપી અને પછી ગરમાગરમ ચર્ચા શરૂ થઈ. એટલું જ નહીં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વાતચીત પછી જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા શરૂ થઈ. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે રાજીનામું આપ્યું.

કોંગ્રેસે જગદીપ ધનખરના રાજીનામા પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જગદીપ ધનખડના રાજીનામા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સોમવારે જગદીપ ધનખડની અધ્યક્ષતામાં જ્યારે સંસદ સભ્યો ફરીથી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠક માટે પહોંચ્યા, ત્યારે જેપી નડ્ડા અને કિરેન રિજિજુ આવ્યા નહોતા. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને વ્યક્તિગત રીતે કહેવામાં આવ્યું ન હતું કે બંને મંત્રીઓ બેઠકમાં નહીં આવે. આ વાતનું પણ તેમને ખરાબ લાગ્યું હોય.
 
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ગામના લોકો અને સગાસંબંધીઓ પણ તેમના રાજીનામાથી આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેઓનું કહેવું છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. ઓગસ્ટ 2022 માં તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા, ત્યારે ગામલોકો ખૂબ ખુશ હતા કે ખેડૂતનો પુત્ર આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યો છે. તેમના સંબંધી હરેન્દ્ર ધનખડે જણાવ્યું હતું કે માર્ચમાં તેમણે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. ગત મહિને તેઓ ઉત્તરાખંડ ગયા હતા જ્યાં તેમની તબિયત બગડી હતી. જગદીપ ધનખડે શાળા અને ગૌશાળાને ઘણી આર્થિક મદદ કરી છે.