મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સાંસદ હવે જય પેલેસ્ટાઇન..જય હિન્દૂ રાષ્ટ્ર જેવા નારા નહીં લગાવી શકે, સ્પીકરે બદલ્યો શપથગ્રહણનો નિયમ

18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીક

સાંસદ હવે જય પેલેસ્ટાઇન..જય હિન્દૂ રાષ્ટ્ર જેવા નારા નહીં લગાવી શકે, સ્પીકરે બદલ્યો શપથગ્રહણનો નિયમ

18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા' અને અંતે 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આને લઈને વિવાદ વધ્યા બાદ હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોની શપથવિધિને લઈને નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવ્યા છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શપથ લેતી વખતે કોઈપણ સભ્ય શપથ સિવાય અન્ય કોઈ શબ્દ કે અભિવ્યક્તિનો ઉપયોગ કરશે નહીં. 

શપથના ફોર્મેટ મુજબ શપથ લેવાના રહેશે

નવા નિયમ મુજબ હવે ભવિષ્યમાં શપથ લેનારા ચૂંટાયેલા સાંસદોએ બંધારણ હેઠળના શપથના ફોર્મેટ મુજબ શપથ લેવાના રહેશે. હવે સાંસદો શપથ લેતી વખતે ના તો સૂત્રોચ્ચાર કરી શકશે અને ન તો તેમના શપથમાં અન્ય કોઈ શબ્દ ઉમેરી શકશે. લોકસભાના સ્પીકરના નિર્દેશો અનુસાર, લોકસભામાં કાર્યપ્રણાલી અને કામકાજના નિયમોના નિયમ 389 (17મી આવૃત્તિ)માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નિયમ 389ની સૂચના-1માં ક્લોઝ-2 પછી નવો ક્લોઝ-3 ઉમેરવામાં આવ્યો છે. આ મુજબ, સભ્ય ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિમાં હેતુ માટે નિર્ધારિત ફોર્મમાં જ શપથ લેશે. શપથના ઉપસર્ગ અથવા પ્રત્યય તરીકે કોઈએ કોઈ ટિપ્પણી કરવી નહીં અથવા અન્ય કોઈ શબ્દ અથવા અભિવ્યક્તિનો ઉપયોગ કરવો નહીં.

સાંસદોના સૂત્રોચ્ચારને લઈને હોબાળો થયો હતો

હકીકતમાં, 18મી લોકસભાના પહેલા સત્રના બીજા દિવસે અસદુદ્દીન ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવ્યા હતા. અન્ય સાંસદોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ શપથ બાદ 'જય હિંદ' અને 'જય સંવિધાન'ના નારા લગાવ્યા હતા. આ સિવાય બરેલીના બીજેપી સાંસદ છત્રપાલ ગંગવારે 'હિંદુ રાષ્ટ્ર કી જય' ના નારા લગાવ્યા હતા. જ્યારે સપા સાંસદ અવધેશ રાયે શપથ લીધા ત્યારે 'જય અયોધ્યા', 'જય અવધેશ'ના નારા લાગ્યા હતા. હેમા માલિનીએ શપથ ગ્રહણ સમારોહની શરૂઆત 'રાધે-રાધે'થી કરી હતી. આ સૂત્રોના સંદર્ભમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાંસદો શપથ ગ્રહણ દ્વારા પોતપોતાના રાજકીય સંદેશાઓ મોકલી રહ્યા છે.

આ સમાચાર શેર કરો