'સ્વેચ્છાએ જતાં રહો તો કોઈ કાર્યવાહી નહીં થાય', ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયની જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી આકરૂ વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકારે વસ્તી વિષયક ફેરફારો (ડેમોગ્રાફિક ચેન્જ) પર નજર રાખવા માટે એક હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જની રચના કરી છે. સરકાર દેશના ખૂણે-ખૂણેથી એક-એક ઘૂસણખોરને ઓળખીને તેમને ડિપોર્ટ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
જાતે જ જતા રહો, કોઈ કાનૂની પગલાં નહીં લેવાય
ગૃહમંત્રીએ ઘૂસણખોરોને દેશ છોડી દેવા માટે છેલ્લી તક આપતા એક મોટી રાહતની પણ જાહેરાત કરી છે. જે ઘૂસણખોરો કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાની મેળે જ દેશ છોડીને પરત ચાલ્યા જશે, તેમની સામે સરકાર કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરે. સરકારે આશા વ્યક્ત કરી છે કે, સત્તાવાર રીતે ઓળખ અભિયાન શરૂ થાય તે પહેલાં જ ગેરકાયદેસર વસાહતીઓ પોતપોતાના દેશમાં પરત ફરી જાય. સરહદ પર ફેન્સિંગ અને ઘૂસણખોરી વિરોધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.






