JDUના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામ પર મહોર, આવતીકાલે શપથવિધિ
નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ રીતે તેમના 10મી વખત બિહારના સીએમ

નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ રીતે તેમના 10મી વખત બિહારના સીએમ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ સાથે લોકોની નજરો હવે ભાજપની પટણામાં ચાલી રહેલી ધારાસભ્ય દળની બેઠક પર છે. જે બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાન સહિત દિગ્ગજ નેતાઓ હાજર છે. જો આ બેઠકમાં નીતિશ કુમારના નામને મંજૂરી મળી જાય તો નીતિશ કુમાર ફરી એકવાર બિહારના સીએમ બની જશે.
શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે
માહિતી અનુસાર એવી ચર્ચા છે કે બિહારના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ આવતીકાલે હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે. આવતીકાલે 11:30 વાગ્યે શપથ સમારોહ યોજાશે.




