નીતિશ કુમારની અચાનક તબિયત બગડી, તમામ કાર્યક્રમો રદ; પ્રગતિયાત્રાના આયોજનની આશંકા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત અચાનક બગડતાં શુક્રવારે તેમના અગાઉના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત અચાનક બગડતાં શુક્રવારે તેમના અગાઉના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. નીતિશ પટનામાં ચાલી રહેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ - બિહાર બિઝનેસ કનેક્ટ 2024માં પણ ભાગ નહીં લે. જો કે હજુ સુધી સીએમના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિયાળાની ઠંડીના લીધે તેઓની તબિયત બગડતાં ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. જણાવી દઈએ કે 23 ડિસેમ્બરથી નીતિશ કુમારે બિહારમાં પ્રગતિ યાત્રાનું આયોજન કરેલું છે.
આ પણ વાંચોઃ VIDEO: ડો.આંબેડકર મુદ્દે અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક મુડમાં, પ્રિયકાં સહિત સાંસદોએ કાઢી રેલી
મળતી માહિતી મુજબ, સીએમ નીતિશ કુમાર શુક્રવારે તેમના ગૃહ જિલ્લા નાલંદાની મુલાકાત લેવાના હતા. તેઓ રાજગીરમાં મગધ સમ્રાટ જરાસંધની પ્રતિમાનું અનાવરણ કરવાના હતા. વહીવટી તંત્રએ પણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ, સીએમની મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી.
આ સિવાય મુખ્યમંત્રી પટનામાં આયોજિત બિહાર બિઝનેસ કનેક્ટના સમાપન સમારોહમાં હાજરી આપવાના હતા. શુક્રવારે ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સમાં તેમનું સંબોધન હતું. આ ઉપરાંત વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે તેમની બેઠક હતી. જો કે ખરાબ તબિયતના કારણે હવે આ મીટીંગ રદ કરવામાં આવી છે.
હાલમાં મુખ્યમંત્રી સચિવાલય દ્વારા સીએમ નીતિશની તબિયત અંગે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી. અહેવાલોનું માનીએ તો હવામાનમાં ફેરફારને કારણે મુખ્યમંત્રીને શરદી, ઉધરસ અને તાવની અસર થઈ હોવાના સમાચાર છે.
23મી ડિસેમ્બરથી પ્રગતિ યાત્રા
મુખ્યમંત્રી નીતિશ કુમાર ત્રણ દિવસ પછી પ્રગતિ યાત્રા પર જવાના છે. તેની શરૂઆત 23મી ડિસેમ્બરે પશ્ચિમ ચંપારણ જિલ્લામાંથી થશે. પ્રથમ તબક્કામાં તેઓ 28 ડિસેમ્બર સુધી છ જિલ્લાઓની મુલાકાત લેશે. જો કે, તબિયત બગડવાના કારણે તેમની યાત્રા પર શંકા ઉભી થઈ છે.






