VIDEO: મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપના આ નેતાના પગે પડ્યા, વખાણ સાંભળીને થયા હતા ગદગદ
પટનામાં ચિત્રગુપ્ત પૂજાના એક કાર્યક્રમ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપના પૂર્વ સાંસદ આર.કે સિ
પટનામાં ચિત્રગુપ્ત પૂજાના એક કાર્યક્રમ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપના પૂર્વ સાંસદ આર.કે સિંહાના પગે પડ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પટનામાં ચિત્રગુપ્ત પૂજાના એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના નેતા આર.કે સિંહા હાજર રહ્યા હતા. આ દરમિયાન સંબોધનમાં આર.કે સિંહાએ નીતિશ કુમારના વખાણ કર્યા હતા. એટલું જ નહીં જીર્ણોદ્ધાર માટે તેમનો આભાર માન્યો હતો. જે બાદ ગદગદ થયેલા નીતિશ કુમાર ભાજપના નેતાના પગે પડ્યા હતા.
આ પણ વાંચો: બિહારમાં બોટ પલટતા માસૂમોની ચીસો સંભળાઈ, ગંગા નદીમાં આઠથી વધુ બાળકો ડૂબ્યાની આશંકા
અગાઉ નીતિશ કુમાર પીએમ મોદીને પગે પડ્યા હતા
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે પડ્યા હતા. પટનામાં ઉદ્ઘાટન દરમિયાન તેણે એક એન્જિનિયરના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.






