શિક્ષક ભરતીમાં હવે પહેલા બિહારી અને પછી બહારના વ્યક્તિને તક મળશે, નીતિશ સરકારની જાહેરાત
બિહારમાં શિક્ષકોની ભરતીમાં ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશે પોતે ટ્વીટ કરીને આ માહિતી આ

બિહારમાં શિક્ષકોની ભરતીમાં ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ચૂંટણી પહેલા નીતિશ સરકારનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે. શિક્ષક ઉમેદવારો છેલ્લા ઘણા મહિનાઓથી ડોમિસાઇલ લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા. નીતિશ કુમારે શિક્ષક ભરતી ઉમેદવારોની માગ સ્વીકારી લેતા મહત્ત્વનો નિર્ણય લાગુ કર્યો છે.
બિહારમાં શિક્ષકોની ભરતીમાં ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવશે. હવે પહેલા બિહારી અને પછી બહારના વ્યક્તિને તક મળશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. પોતાની X પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે નવેમ્બર 2005માં સરકાર બન્યા પછી અમે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ. શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
શિક્ષક ભરતીમાં બિહારના સ્થાનિક રહેવાસીઓને પ્રાથમિકતા આપવા માટે શિક્ષણ વિભાગને સંબંધિત નિયમોમાં જરૂરી સુધારા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ TRE-4 થી જ લાગુ કરવામાં આવશે. TRE-4 વર્ષ 2025 માં અને TRE-5 વર્ષ 2026 માં લેવામાં આવશે. TRE-5 પહેલાં STET કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
શિક્ષક ઉમેદવારો બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગુ કરવાની માંગણી સાથે ઘણી વખત રસ્તા પર ઉતર્યા હતા. બિહારના શિક્ષકોએ 'નો ડોમિસાઇલ, નો વોટ' નાનારા પણ લગાવ્યા હતા. જો કે હવે શિક્ષક ઉમેદવારોની માગણી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત TRE-5 લાગુ થયા અગાઉ રાજ્ય શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાશે. જેથી નવા લોકોને પણ આગામી શિક્ષક ભરતીમાં ભાગ લેવાની તક મળે.






