મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફાઇલ પર જેટલું 'વજન' હોય તેટલી ઝડપથી આગળ વધે છે, નીતિન ગડકરીએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ સરકારી સિસ્ટમમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારની ટીકા કરી છે. પુણેની એન

ફાઇલ પર જેટલું 'વજન' હોય તેટલી ઝડપથી આગળ વધે છે, નીતિન ગડકરીએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ સરકારી સિસ્ટમમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારની ટીકા કરી છે. પુણેની એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયર્સ ડેના ઉપક્રમમાં યોજાયેલા સમારંભમાં ગડકરીએ સરકારી વિભાગના નિર્ણયો લેવામાં પારદર્શિતાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.

નીતિન ગડકરીએ કહ્યું, " મારે આજે આમ કહેવું નહીં જોઇએ પણ અન્ય કાર્યોમાં જ્યાં તમને (સરકારી અમલદારોને) પૈસા મળે છે તમે ઝડપી કામ કરો છો પણ નહીં મળે તો તમે તેવું કરતા નથી. આપણી સિસ્ટમમાં કેટલાક ન્યુટનના પિતા છે તેમની પાસેની ફાઇલ પર વધુ વજન (રૂપિયા) મૂકો તો ફાઇલો ઝડપભેર આગળ વધે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને સમયબદ્ધતા હોવી જોઇએ."
 
રોડ અકસ્માતો અંગે ગડકરીએ ક્ષતિયુક્ત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ્સને જવાબદાર ગમાવતા કહ્યું હતું કે કેટલાંક સરકારી અમલદારોને દરેક કાર્ય માટે ઓર્ડરની જરૂર પડે છે. રસ્તા પરનાં ખાડાઓ પૂરવા પણ તેમને ઓર્ડરની જરૂર પડે છે. તેમણે કહ્યું કે લખેલા શબ્દો અને તેના પાછળની ભાવનામાં તફાવત હોય છે. જો કાયદા પાછળની ભાવનાને જ્ઞાની વ્યક્તિ સમજશે નહીં તો શું ફાયદો છે.

નીતિન ગડકરીએ કહ્યું કે, હું છું કડક શબ્દો બોલું છું તેવું લોકો કદાચ કહેશે પણ યુવાનોએ આમાંથી બોધપાઠ લેવો જોઇએ. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં ગડકરી સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્ર સરકાર વિવિધ વિભાગોમાં કાર્યરત અમલદારો અને જેપી મોર્ગન, ટેસ્લા સહિતની મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર હતા.

આ સમાચાર શેર કરો