મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બેદરકારી ! ડોક્ટરો ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં જ ભૂલી ગયા કાતર, બે વર્ષ બાદ આ રીતે થઈ જાણ

મધ્યપ્રદેશના ભીંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઓપરેશન બાદ મહિલાના પ

બેદરકારી ! ડોક્ટરો ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં જ ભૂલી ગયા કાતર, બે વર્ષ બાદ આ રીતે થઈ જાણ

મધ્યપ્રદેશના ભીંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઓપરેશન બાદ મહિલાના પેટની અંદરથી કાતર કાઢવામાં આવી છે. આ જોઈને દરેક સ્તબ્ધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાનું 2 વર્ષ પહેલા ગ્વાલિયરની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. આ દરમિયાન ડોક્ટરોએ તેના પેટમાં કાતર છોડી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?

ભિંડ જિલ્લા હોસ્પિટલમાં ડૉક્ટરની સાથે દર્દીના પરિવારજનો પણ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે સીટી સ્કેન કરાવ્યા બાદ મહિલાના પેટમાં કાતર જોવા મળી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સીટી સ્કેન ઈન્ચાર્જ સતીશ શર્મા ભિંડ જિલ્લા હોસ્પિટલમાં કમલા નામની મહિલાનું સીટી સ્કેન કરી રહ્યા હતા.

બે વર્ષ પહેલા ગ્વાલિયરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પરિવારજનોના જણાવ્યા અનુસાર આ ઓપરેશન દરમિયાન પેટમાં કાતર રહી ગઈ હતી. વાસ્તવમાં, ભીંડ જિલ્લાની રહેવાસી કમલાનું ગ્વાલિયરની કમલા રાજા હોસ્પિટલમાં 20 ફેબ્રુઆરી 2022ના રોજ પેટના કેન્સર માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓપરેશન દરમિયાન ડોક્ટરે બેદરકારી દાખવી મહિલાના પેટમાં કાતર છોડી દીધી હતી. મહિલાને પણ આ વાતનો ખ્યાલ નહોતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મહિલાને પેટમાં દુ:ખાવો થતો હતો અને દવાઓ લેવા છતાં પણ દુખાવો ઓછો ન થતાં ડોક્ટરે તેને સીટી સ્કેન કરાવવાની સલાહ આપી હતી, જેમાં પેટમાં કાતર સ્પષ્ટ દેખાતી હતી.

આ પણ વાંચો : સરકારી હોસ્પિટલમાં બેદરકારી, ઓપરેશન બાદ દર્દીના પેટમાંથી નીકળ્યો ટુવાલ

પેટમાં કાતર મહિલાના જીવન માટે ઘાતક બની શકે છે. પીડિત મહિલાએ કહ્યું કે અમે આ મામલે કોર્ટમાં જઈશું અને બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કાર્યવાહી કરીશું. જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન કરનારા ડોક્ટર સતીશ શર્માએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ પીડિત મહિલા અને તેનો પરિવાર આઘાતમાં છે.

આ સમાચાર શેર કરો