મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજ્યસભાની ચૂંટણીમાં INDIA ગઠબંધનને લાગશે ઝટકો, 10માંથી 9 બેઠક પર NDAની જીત પાક્કી

લોકસભાની ચૂંટણી બાદ હવે રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજ્યસભા સચિવાલય દ્વારા ખાલી પડેલી 10 બેઠકો પર પ

રાજ્યસભાની ચૂંટણીમાં INDIA ગઠબંધનને લાગશે ઝટકો, 10માંથી 9 બેઠક પર NDAની જીત પાક્કી

લોકસભાની ચૂંટણી બાદ હવે રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજ્યસભા સચિવાલય દ્વારા ખાલી પડેલી 10 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

પેટા-ચૂંટણીમાં NDAને આઠ અને કોંગ્રેસને બે બેઠકો મળવાની સંભાવના

સમિકરણો મુજબ પેટા-ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપ-NDAએ ગઠબંધન પાસે જવાની છે, કારણ કે જે રાજ્યોમાં પેટા-ચૂંટણી યોજાવાની છે, ત્યાં ભાજપ-એનડીએની સરકાર છે. આ જ કારણે કોંગ્રેસને રાજ્યસભાની બે બેઠકો પર નુકસાન થવાનું છે. કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદો કે.સી.વેણુગોપાલ અને દીપેન્દ્ર હુડ્ડાએ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. વેણુગોપાલ રાજસ્થાનમાં રાજ્યસભા સાંસદ છે, જ્યારે હુડ્ડા હરિયાણાના ઉપલા ગૃહના સભ્ય છે. બીજીતરફ હરિયાણા અને રાજસ્થાન ભાજપ પાસે બહુમતી હોવાથી આ બંને બેઠકો કોંગ્રેસમાં હાથમાં સરકી જવાની સંભાવના છે.

હરિયાણામાં મોટો ખેલ થવાની શક્યતા

હરિયાણામાં થોડા મહિનાઓ પહેલા જેજેપી એનડીએમાંથી નોખું પડ્યું હતું, તેથી હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં મોટો ખેલ થવાની શક્યતા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે, કોંગ્રેસ હરિયાણાની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે કે નહીં.

રાજ્યસભા પેટા-ચૂંટણીનું ગણિત

રાજ્યસભાની 10 ખાલી પડેલી બેઠકમાંથી સાત બેઠકો ભાજપની તો કોંગ્રેસની બે બેઠકો છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાસે એક બેઠક છે. બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાં બે-બે બેઠકો ખાલી પડી છે, જ્યારે રાજસ્થાન, ત્રિપુરા, હરિયાણા અને મધ્યપ્રદેશમાં એક-એક બેઠક ખાલી છે. રાજ્યસભા પેટા-ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસની હરિયાણા અને રાજસ્થાનની બેઠકો મળવાની સંભાવના છે, કારણ કે આ બંને રાજ્યોમાં ભાજપની બહુમતીની સરકાર છે. આ ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશ, ત્રિપુરામાં ભાજપની અને આસામમાં NDAની સરકાર છે. બિહારની બે બેઠકોમાંથી એક બેઠક NDAએ તો એક ઈન્ડિ ગઠબંધન જીતી શકે છે. તેમ છતાં ભાજપ પાસે 10માંથી નવ બેઠકો જીતવાની તક છે.

આ સમાચાર શેર કરો