મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક કરોડનો ઈનામી ટોપ નક્સલી ગણેશ ઉઈકે એન્કાઉન્ટરમાં ઠાર, હિડમાના ખાત્મા બાદ સુરક્ષાદળોને મોટી સફળતા

હિડમાનો ખાત્મો બોલાવ્યા બાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળની એ

એક કરોડનો ઈનામી ટોપ નક્સલી ગણેશ ઉઈકે એન્કાઉન્ટરમાં ઠાર, હિડમાના ખાત્મા બાદ સુરક્ષાદળોને મોટી સફળતા

હિડમાનો ખાત્મો બોલાવ્યા બાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળની એક ટીમે તેમના ઓપરેશનમાં ચાર નક્સલીઓને ઠાર માર્યા છે. જેમાં ટોચના નક્સલી નેતા અને કેન્દ્રીય કમિટિનો સભ્ય ગણેશ ઉઇકેનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર ગણેશ ઉઈકે ઓડિશામાં નક્સલી સંગઠનનો વડા હતો અને લાંબા સમયથી વોન્ટેડ હતો. સરકારે તેના માથા પર ₹1.1 કરોડનું ઇનામ જાહેર કર્યું હતું.
 
રાજ્યમાં નક્સલ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જંગલમાં ચાર નક્સલીઓની હાજરી અંગે માહિતી મળી હતી. માહિતીના આધારે જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જવાબમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓને ઠાર માર્યા.

અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલીઓમાં ગણેશ ઉઈકે નામનો ટોચનો નક્સલી પણ હતો. ગણેશ ઉઈકે ઉપર  રૂપિયા 1.1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે બે મહિલાઓ સહિત અન્ય ત્રણ નક્સલીઓની ઓળખ હજુ સુધી નક્કી થઈ નથી.

આ સમાચાર શેર કરો