મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પંજાબના બહાદુર બાળક સરવન સિંહનું રાષ્ટ્રીય સન્માન, જાણો 10 વર્ષની ઉંમરમાં કેવી રીતે બન્યો ઓપરેશન સિંદૂરનો ભાગ

ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોની સેવા કરનાર 10 વર્ષના નાનકડા સૈનિક સરવન સિંહને શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપ

પંજાબના બહાદુર બાળક સરવન સિંહનું રાષ્ટ્રીય સન્માન, જાણો 10 વર્ષની ઉંમરમાં કેવી રીતે બન્યો ઓપરેશન સિંદૂરનો ભાગ

ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોની સેવા કરનાર 10 વર્ષના નાનકડા સૈનિક સરવન સિંહને શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત કર્યા છે. પાકિસ્તાન સાથેના તણાવ અને ભયંકર ગોળીબાર વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર આ બાળક પોતાના ગામ પાસે તૈનાત જવાનો માટે દૂધ, પાણી અને લસ્સી પહોંચાડતો રહ્યો. સરવન સિંહની આ હિંમત અને દેશભક્તિને આજે આખો દેશ સલામ કરી રહ્યો છે. સરવન સિંહે પોતે કહ્યું કે, કોઈપણ સંજોગોમાં જવાનો માટે દૂધ અને લસ્સીની વ્યવસ્થા કરીને તેમના સુધી પહોંચાડવાનો નિર્ણય તેનો પોતાનો હતો.

ગૌરવશાળી ભૂતકાળ, સશક્ત વર્તમાન અને સોનેરી ભવિષ્ય

સરવન સિંહે કહ્યું, "જ્યારે મિશન ઓપરેશન સિંદૂર શરૂ થયું હતું અને અમારા સૈનિકો અમારી રક્ષા માટે આવ્યા હતા, ત્યારે હું દરરોજ દૂધ, લસ્સી, ચા અને બરફ લઈને જતો હતો." તેણે વધુમાં જણાવ્યું કે તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેને આ એવોર્ડ આપવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે 10 વર્ષના આ બાળકને તેના પરિવારના સભ્યોએ પણ આવા ખતરનાક સંજોગોમાં બહાર જવાનું કહ્યું નહોતું.

કોણ છે સરવન સિંહ?

ધોરણ 4 માં ભણતો બાળક સરવન સિંહ આજે દેશભરના બાળકો માટે પ્રેરણા બની ગયો છે. તે ફિરોઝપુર જિલ્લાના મમડોટ વિસ્તારના તારાવલી ગામનો રહેવાસી છે. તેનું ગામ પાકિસ્તાન સરહદથી માત્ર 2 કિલોમીટર દૂર છે. મે મહિનામાં 7મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ રણજીત સિંહ મનરાલે પહેલીવાર સરવન વિશે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે એક 10 વર્ષનો બાળક પણ ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોને સાથ આપી રહ્યો હતો. સરવન સિંહે કહ્યું, "હું પણ મોટો થઈને સૈનિક બનવા માંગુ છું અને દેશની સેવા કરવા માંગુ છું." સરવન સિંહના પિતા પણ તેની આ નિષ્ઠાથી ખૂબ જ ખુશ છે.

પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડે ઓપરેશન સિંદૂર દરમિયાન દાખવેલી અદ્વિતીય હિંમત બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થવા પર સરવન સિંહને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ પંજાબ માટે ગૌરવની ક્ષણ છે. જાખડે સોશિયલ મીડિયા (X) પર લખ્યું, "ઓપરેશન સિંદૂર દરમિયાન દાખવેલી અદ્વિતીય હિંમત બદલ પંજાબના 10 વર્ષીય સરવન સિંહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પંજાબ માટે અત્યંત ગર્વની વાત છે." તેમણે ઉમેર્યું, "હું બાળકને શુભકામનાઓ પાઠવું છું અને તેના દેશભક્તિના જઝબાને સલામ કરું છું."

આ સમાચાર શેર કરો