મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મૈસુર-દરભંગા એક્સપ્રેસનો ચેન્નાઈ ડિવિઝનના કાવરાપેટ્ટાઈએ અકસ્માત, ઉભી રહેલી બીજી ટ્રેન સાથે અથડાઈ

ટ્રેન નંબર 12578 મૈસુર-દરભંગા એક્સપ્રેસને ચેન્નાઈ ડિવિઝનના કાવરાપેટ્ટાઈ ખાતે અકસ્માત ન

મૈસુર-દરભંગા એક્સપ્રેસનો ચેન્નાઈ ડિવિઝનના કાવરાપેટ્ટાઈએ અકસ્માત, ઉભી રહેલી બીજી ટ્રેન સાથે અથડાઈ

ટ્રેન નંબર 12578 મૈસુર-દરભંગા એક્સપ્રેસને ચેન્નાઈ ડિવિઝનના કાવરાપેટ્ટાઈ ખાતે અકસ્માત નડ્યો હતો. રેલવે સૂત્રોનું કહેવું છે કે ટ્રેન ઉભી રહેલી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.

બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ મામલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી અનુસાર, તામિલનાડુના તિરુવલ્લુરમાં રાત્રે 8:50 વાગ્યે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયા બાદ બે કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી ઘણા વધુ કોચ પાટા પરથી ઉતરી જવાના સમાચાર છે.

સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

આ સમાચાર શેર કરો