Maharashtra Election Result/ MVAના આયોજન પર ફરી વળ્યા પાણી, હોટેલોના બુકિંગ રઝડી પડ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના રૂઝાન આવતા જ રાજનીતિક હલચલે નવો વળાંક લીધો છે. ભાજપના નેતૃત્વવાળી મહા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના રૂઝાન આવતા જ રાજનીતિક હલચલે નવો વળાંક લીધો છે. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ (ભાજપ, શિંદે ગ્રુપ અને અજીત પવારની એનસીપી) બમ્પર જીત સાથે આગળ વધતી દેખાઇ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે, ગ્રુપની શિવસેના અને શરદ પવારની એનસીપીવાળી મહાવિકાસ અઘાડી (એમવીએ)ના ઉમેદવારોની કારમી હારના પરિણામો આવી રહ્યા છે. મહાયુતિની સ્પષ્ટ આગેકૂચે કરી રહ્યું છે. મહાયુતિની જીતે MVAની તમામ વ્યૂહરચનાઓને નષ્ટ કરી નાંખી છે. પરિણામોના વલણો આવ્યા તે પહેલા MVA એ પોતાના ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટક કે તેલંગાણા જેવી જગ્યાએ મોકલવાનો વિચાર કર્યો હતો અને તે પ્રમાણે હોટલ બુકિંગ અને બસો ભાડે કરી ધારાસભ્યોને મોકલવાનું આયોજન કર્યું હતું.
ગુરુવારે શિવસેના યુબીટીના અધ્યક્ષ સંજય રાઉત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટ અને એનસીપી-એસપીના જયંત પાટિલે એક બેઠક યોજીને આ યોજનાને અંતિમ રૂપ આપ્યું હતું. મિટિંગમાં ધારાસભ્યો માટે શનિવારે સાંજ સુધીમાં હોટલ, રિસોર્ટ્સ, બસોનું બુકિંગ વગેરેની વ્યવસ્થા ગોઠવી રાખી હતી. પરંતુ હવે આ ક્વાયત વ્યર્થ સાબિત થઇ ગઇ છે.
આ પણ વાંચો : શિંદે કે ફડણવીસ કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં શરૂઆતના વલણમાં મહાયુતીને બહુમત બાદ ચર્ચા
હાલના વલણો પ્રમાણે મહાયુતિએ ટ્રેન્ડમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને ભરપુર સમર્થન મળ્યું છે. બીજી તરફ MVA ના ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે. MVA માટે આ હાર માત્ર ચૂંટણી મોરચે જ નહીં પરંતુ રાજનીતિક રણનીતિના મોરચે પણ મોટી હાર ગણાવી શકાય. હવે હોટેલ અને બસોના બુકિંગ જેમના તેમ જ રહી જશે. મહારાષ્ટ્રની જનતાએ પોતાની પસંદગી સ્પષ્ટ રીતે જણાવી દીધી છે અને મહાયુતિને એક મહાબલિ ગઠબંધનના રૂપમાં સ્થાપિત કરી દીધું છે.






