મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઇમાં સ્કૂલમાં બોમ્બની મળી ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

મુંબઇમાં એક સ્કૂલને બોમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટના સામે આવી છે. મુંબઇની જોગેશ્વરી, ઓશિવારા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ઇમેલ દ્વારા ધમકી

મુંબઇમાં સ્કૂલમાં બોમ્બની મળી ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

મુંબઇમાં એક સ્કૂલને બોમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટના સામે આવી છે. મુંબઇની જોગેશ્વરી, ઓશિવારા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ઇમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. મુંબઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી છે. ઇમેલમાં અફઝલ ગેન્ગનું નામ લેવામાં આવ્યું છે. સ્કૂલને ધમકી એવા સમયે મળી છે જ્યારે રાજપાલ યાદવ, રેમો ડિસોઝા, સુગંધા મિશ્રા અને કપિલ શર્માને પાકિસ્તાનથી ધમકી મળવાની ઘટના સામે આવી છે.

મુંબઇ પોલીસ એલર્ટ

મુંબઇમાં સ્કૂલને ધમકી મળવાની ઘટના પહેલા દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં પણ આપવામાં આવી ચુકી છે. મુંબઇમાં તાજેતરમાં એક્ટર સૈફ અલી ખાન પર હુમલા બાદ પોલીસ એલર્ટ છે. ત્રણ દિવસ પહેલા મુંબઇની ધારાવીથી પોલીસે બોમ્બની ધમકી આપનારા એક શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સે ધારાવીના રાજીવ નગરમાં બોમ્બ રાખવાનો ફોન કર્યો હતો. આ ફોન કંટ્રોલ રૂમને મળ્યો હતો.

આ સમાચાર શેર કરો