મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સલમાન ખાન કેસમાં મુંબઇ પોલીસને નથી મળી લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી, સાબરમતી જેલમાં બંધ છે ગેન્ગસ્ટર

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી બહાર ગોળીબારના પાંચ મહિના બાદ

સલમાન ખાન કેસમાં મુંબઇ પોલીસને નથી મળી લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી, સાબરમતી જેલમાં બંધ છે ગેન્ગસ્ટર

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી બહાર ગોળીબારના પાંચ મહિના બાદ પણ મુંબઇ પોલીસ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરી શકી નથી. લોરેન્સ બિશ્નોઇએ જ આ ઘટનાની જવાબદારી લીધી હતી અને તેને જ સલમાન ખાનને ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઇ ગત વર્ષથી અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બિશ્નોઇ ગેન્ગે કેનેડામાં ગાયક એપી ઢિલ્લોના ઘરની બહાર ગોળીબારની જવાબદારી લીધી હતી.

MHAના એક આદેશને કારણે ના મળી શકી કસ્ટડી

એક અધિકારીએ કહ્યું, 'તેના સુધી પહોંચવા માટે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે." સૂત્રોએ જણાવ્યું કે શરૂઆતમાં લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી ના મળી શકી કારણ કે ગૃહમંત્રાલય (MHA)એ 30 ઓગસ્ટ, 2023ના એક આદેશમાં CRPCની કલમ 268ની જોગવાઇ હેઠળ લોરેન્સ બિશ્નોઇની જેલમાં અવર જવર પર એક વર્ષ સુધી રોક લગાવી દીધી હતી, જેના હેઠળ સરકાર આ આદેશ આપી શકે છે કે કોઇ પણ વ્યક્તિને તે જેલમાંથી હટાવવામાં નહીં આવે જેમાં તે કેદ અથવા કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય ગૃહ વિભાગ પાસે પરવાનગી લીધા બાદ નિયમમાંથી છૂટ માંગી હતી જેથી તેમને લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મળી શકે. અધિકારીએ કહ્યું, 'પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી અમને પરવાનગી મળી નથી. અમે સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરવાની જગ્યાએ તેની કસ્ટડી મેળવી મહારાષ્ટ્રમાં પૂછપરછ કરવાનું પસંદ કરીશું. "

ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરી છે ચાર્જશીટ

સલમાન ખાન કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ ચાર્જશીટ અનુસાર સલમાન ખાનના ઘરની બહાર હુમલો લોરેન્સ બિશ્નોઇના ઇશારા પર કરવામાં આવ્યો હતો. બિશ્નોઇ, તેના નાના ભાઇ અનમોલ અને રોહિત ગોદારા કેસમાં આરોપી દર્શાવવામાં આવ્યો હતો.

બિશ્નોઇનો દાવો છે કે તે સલમાન ખાનને એટલા માટે નિશાન બનાવી રહ્યાં હતા કારણ કે તેને 1998માં 'હમ સાથ સાથ હૈં' ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળિયારને ગોળી મારી હતી. જોકે, પોલીસનું કહેવું છે કે બિશ્નોઇ એક લોકપ્રિય અભિનેતાને ધમકી આપી અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરી લોકપ્રિયતા મેળવવા માંગે છે.

આ સમાચાર શેર કરો