VIDEO: બદરી-કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, જાણો કેટલું આપ્યું દાન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ બદરીનાથ ધામ તથા કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. આ દરમિયાન મુકેશ અંબ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ બદરીનાથ ધામ તથા કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણીએ પાંચ કરોડ રૂપિયા દાનમાં પણ આપ્યા હતા.
કેદારનાથ ધામમાં બીકેટીસીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અજેન્દ્ર અજયે જણાવ્યું કે બન્ને ધામને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પાંચ કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે.
અંબાણી એરપોર્ટથી સવારે 9 વાગ્યે બદ્રીનાત પહોંચ્યા હતા અને તે બાદ મંદિર સમિતીના CEO અને ઉપાધ્યક્ષે તેમનું સ્વાગત કર્યું હતું. 9:30 વાગ્યે અંબાણીએ બદ્રીનારાયણના દર્શન કર્યા હતા. ધર્મ અધિકારી અને વેદપાઠીઓએ અંબાણીની વિશેષ પૂજા સંપન્ન કરાવી હતી.






