આ રાજ્યમાં માતા અને બાળકો પર મધમાખીઓનો હુમલો, 4 લોકોના મોત
ઝારખંડના રાંચી વિસ્તારમાં મધમાખીને લીધે 4 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. મધમાખીના ડંખથી એક મહિલા

ઝારખંડના રાંચી વિસ્તારમાં મધમાખીને લીધે 4 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. મધમાખીના ડંખથી એક મહિલા અને ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ટુપુદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના 21મી સપ્ટેમ્બરે બની હોવાનું કહેવાય છે. પીડિતાના પતિ સુનીલ બરલાએ જણાવ્યું કે તેની પત્ની બાળકો સાથે પિયર ગઈ હતી. બાળકો મામાના ઘરે ગયા હતા. ત્યારે ઘટના બની હતી.
બાળકોને લઈને પત્ની કુવા પર નહાવા ગયા હતા. આ દરમિયાન અચાનક મધમાખીઓના ઝૂંડએ તેમના પર હુમલો કરતાં ચારેયના મોત થયા હતા. પતિએ જણાવ્યું કે તેની પત્ની બાળકો અને ગામના કેટલાક અન્ય લોકોની સાથે કુવે નહાવા ગઈ હતી. તેઓએ કુવામાં નહાવાની શરૂઆત કરી ત્યારે અચાનક મધમાખીનું ઝૂંડ આવતા તેમના પર હુમલો કરી દીધો.
મધમાખીનું ઝૂંડ આવતા નહાઈ રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દરેક વ્યક્તિ પોતાનો જીવ આમતે દોડવા લાગ્યા. પરંતુ મહિલા અને તેના બાળકો ફસાઈ ગયા. અને ચારેય જણાને બચાવે તે પહેલાં જ મોત થયું. કુવામાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા છે.






