ઓડિશાના મુખ્યમંત્રી પદે મોહન માઝીએ શપથ લીધા, PM મોદી સહિત આ નેતાઓ રહ્યા હાજર
આંધ પ્રદેશમાં બુધવારે ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરના જન

આંધ પ્રદેશમાં બુધવારે ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરના જનતા મેદાનમાં ઓડિશાના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. તેમજ કેવી સિંહદેવ અને પ્રવતી પ્રવિદા નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા.
આ દરમિયાન વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ તેમજ પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યા હતા.
કોણ છે નવા મુખ્યમંત્રી?
મોહન ચરણ માઝી ઓડિશાની કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ સીટ પર બીજુ જનતા દળના મીના માંઝીને હરાવ્યા હતા. મોહન ચરણ માંઝીને 87,815 વોટ મળ્યા જ્યારે મીના માઝીને 76,238 વોટ મળ્યા અને મોહન માઝી 11,577 વોટથી જીત્યા. મોહન ચરણ માઝી ચાર વખત ધારાસભ્ય છે.
ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી
તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી છે. 4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. નવીન પટનાયકની બીજેડીએ 51, કોંગ્રેસને 14, સીપીઆઈએમને 1 અને અન્યને 3 બેઠકો મળી છે.
આંધ્ર પ્રદેશમાં પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી
ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. આ દરમિયાન પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.નાયડુએ સૌથી પહેલા પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તે બાદ જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે શપથ લીધા હતા. પવન કલ્યાણને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.








