મોદી સરકારે રજૂ કર્યું 'ખુરશી બચાવો બજેટ', રાહુલ ગાંધી સહિત વિપક્ષે આપી આવી પ્રતિક્રિયા
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે 23મી જુલાઈના રોજ નાણાકીય વર્ષ 2024-25નું બજ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે 23મી જુલાઈના રોજ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને અમૃતકાલનું મહત્વનું બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરવાની સાથે તે 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો પણ નાખશે. મોદી સરકારના આ બજેટ 2024 અંગે દેશભરના નેતાઓએ જુદી જુદી પ્રતિક્રિયા આપી છે.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ ઉપર પોતાનો મત રજૂ કરતાં કહ્યું કે, મોદી સરકારે ખુરશી બચાવો બજેટ રજૂ કર્યું છે.
કેન્દ્રીય બજેટ પર સમાજવાદી પાર્ટી (એસપી)ના વડા અખિલેશ યાદવે કહ્યું, "જો સરકાર બચાવવા માંગે છે, એટલે તો બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં બેરોજગારી વધારી છે."
મેનપુરી સાંસદ ડિંપલ યાદવે કહ્યું કે, મહિલાઓ માટે બજેટમાં અપેક્ષા હતી પણ કંઈ ના મળ્યું. ના લોકોના રસોડાનું ધ્યાન રખાયું. મોદી સરકારે ગરીબો માટે બજેટમાં કંઈ આપ્યું નથી.
https://twitter.com/AHindinews/status/1815651925687493076
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કેન્દ્રીય બજેટ પર કહ્યું કે, આ એક નિરાશાજનક બજેટ છે. મને તો સામાન્ય લોકોને પડતી તકલીફ પણ સાંભળવા ના મળી. સામાન્ય લોકોની આવકમાં સુધારો કરવા માટે કોઈ પણ પગલાં અપર્યાપ્ત લાગ્યા.
https://twitter.com/AHindinews/status/1815650511623983111
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો મુખ્ય બાબતો જાહેર થશે તો સરકારની પોલ ખુલી જશે. સરકાર ખોટી છે અને દેખાડો કરી રહી છે. આ બજેટમાં કંઈ નથી અને તે માત્ર ગુમરાહ કરનાર છે.
કેન્દ્રીય બજેટમાં બિહારને 26 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સાંસદ રાબડી દેવીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્યમાં હત્યા અને ચોરી થઈ રહી છે. મજૂરોને તેમનું વેતન નથી મળી રહ્યું. યુવાનોને નોકરી નથી મળી રહી અને ખેડૂતોની સમસ્યા હજુ પણ યથાવત છે. બિહારને 26,000 કરોડ રૂપિયા ફાળવવા એ બિહારને કંપારી આપવા સમાન છે.
રાકપાં (SP)ના નેતા ક્લાઈડ કાસ્ટ્રોએ કહ્યું કે બજેટમાં મહારાષ્ટ્રનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય નાણામંત્રી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, "શું નિર્મલા સીતારમણે માત્ર બિહાર અને આંધ્રપ્રદેશ માટે જ બજેટ રજૂ કર્યું હતું? આ બટકા પર ઊભા રહેવા માટેનું બજેટ છે. ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર જાણે છે કે જો બજેટ બિહાર અને આંધ્ર પ્રદેશના પક્ષમાં નહીં રજૂ થાય તો સરકાર પડી ગઈ હોત. નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ ભારત માટે નહીં એનડીએના ફાયદા માટેનું છે.
બજેટ 2024 પર મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું, "મોદી સરકારનો જૂનો ઈતિહાસ દર્શાવે છે કે તે 2 કરોડ નોકરીઓના વચન સાથે સત્તામાં આવી હતી. ચાર કરોડ નોકરીઓ એટલે ડબલ જૂઠ, ડબલ એન્જિન, નરેન્દ્ર મોદીની સરકાર એટલે ડબલ જૂઠ. "
તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું, "આ ખુરશી બચાવવાનું બજેટ છે." ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે કહ્યું, "છેલ્લા દસ વર્ષથી કોઈ આશા નથી. અમે માત્ર નારા જ સાંભળતા હતા. આજે પણ માત્ર સૂત્રોચ્ચાર જ થશે. આ સરકાર પાસેથી કોઈ આશા નથી. ન તો તેઓને સરકાર ચલાવતા આવડે છે કે ના તો લોકોના દર્દની તેમને ચિંતા છે.








