મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી કેબિનેટે 6,798 કરોડના બે રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી, આ બે રાજ્યને થશે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે બે મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી

મોદી કેબિનેટે 6,798 કરોડના બે રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી, આ બે રાજ્યને થશે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે બે મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. એક આંધ્ર પ્રદેશમાં અમરાવતીમાં અને બીજો ઉત્તર બિહારને પૂર્વોત્તરના રાજ્ય સાથે જોડશે.

પ્રથમ પ્રોજેક્ટ 87 કિમી લાંબો છે જે અમરાવતી રેલવે લાઇન છે, જેની અંદાજિત કિંમત 2,245 કરોડ છે. આ નવી લાઇન હૈદરાબાદ, ચેન્નાઇ અને કોલકાતા જેવા મોટા શહેરો સાથે સીધો રેલ સંપર્ક સ્થાપિત કરશે. તેમજ માછલીપટ્ટનમ, કૃષ્ણપટ્ટનમ અને કાકીનાડા બંદરોને કનેક્ટિવિટી પ્રદાન કરશે.

બીજા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તર બિહાર અને ઉત્તર-પૂર્વના રાજ્યો વચ્ચે 256 કિલોમીટરનું અંતર કવર કરીને કનેક્ટિવિટી વધારવાનો છે. 4,553 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે આ ડબલ લાઇન રેલ્વેના રૂટ પર 40થી વધુ પુલ હશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને સરળ બનાવશે તેમજ પવિત્ર શહેર અયોધ્યાને સીતામઢી સાથે જોડશે.

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ બંને પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે, જેનો અંદાજીત ખર્ચ 6,798 કરોડ રૂપિયા છે.ત્રણ રાજ્યો (આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર)ના આઠ જિલ્લાઓને આવરી લેતી આ યોજનાઓ ભારતીય રેલ્વે નેટવર્કને અંદાજે 313 કિલોમીટર સુધી વિસ્તૃત કરશે.નવી રેલ લાઇન પ્રોજેક્ટ લગભગ 168 ગામોને જોડશે અને નવ નવા સ્ટેશનો સાથે લગભગ 12 લાખની વસ્તીને સેવા આપશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ બે જિલ્લાઓ (સીતામઢી અને મુઝફ્ફરપુર)ની કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જેનાથી લગભગ 388 ગામડાઓ અને લગભગ 9 લાખની વસ્તીને ફાયદો થશે.

નવી લાઇન માટેની દરખાસ્ત આંધ્ર પ્રદેશની સૂચિત રાજધાની “અમરાવતી” સાથે સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ઉદ્યોગો અને વસ્તી માટે ગતિશીલતામાં વધારો કરશે, જેનાથી ભારતીય રેલ્વે માટે વધુ સારી કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતા તરફ દોરી જશે.

આ સમાચાર શેર કરો