મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

AAPના મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપના ધારાસભ્યના પગ પકડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હીમાં જાહેર પરિવહનની બસોમાં બસ માર્શલોની ફરીથી નિમણૂક કરવાના મુદ્દે શનિવારે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. આપ

AAPના મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપના ધારાસભ્યના પગ પકડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હીમાં જાહેર પરિવહનની બસોમાં બસ માર્શલોની ફરીથી નિમણૂક કરવાના મુદ્દે શનિવારે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. આપ(આમ આદમી પાર્ટી)એ આરોપ લગાવ્યો હતો કે, કેબિનેટ નોટ પાસ થયા બાદ ભાજપના ધારાસભ્યો સચિવાલયમાંથી ભાગવા લાગ્યા હતા. પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડીને રોક્યા હતા.

આપનું કહેવું છે કે, ભાજપના ધારાસભ્યો સચિવાલયમાંથી ભાગવા માંડ્યા હતા. પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડીને રોક્યા હતા. બસ માર્શલની ફરી નિમણૂક કરવા માટે ભાજપના ધારાસભ્યોની સામે કેબિનેટ નોટ પસાર કર્યા પછી સીએમ આતિશી અને આપના મંત્રીઓ અને ધારાસભ્યો નોટને લઈને એલજી પાસે ગયા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ ભાગવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજ અને આપ નેતાઓએ તેમને ભાગવા દીધા ન હતા. આ સાથે સીએમ આતિશી ભાજપના ધારાસભ્યોને ભગાડવાની તક ન મળે તે માટે તેઓ ભાજપના ધારાસભ્યની કારમાં એલજી હાઉસ ગયા હતા.

સમગ્ર ઘટના બાદ સૌરભ ભારદ્વાજ સાથે આપ ધારાસભ્યો અને બસ માર્શલોને રાજ નિવાસ રોડ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો હતો. તો બીજી તરફ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે  આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે. આપના આ ડ્રામા પહેલા અમે માર્શલના મુદ્દાને લઈને એલજીને મળી ચૂક્યા હતા.'

ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ

દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું છે કે, 'ગઈકાલે ભાજપના ધારાસભ્યોએ મારી પાસે મુલાકાત માટેનો સમય માંગ્યો હતો, અમે તેમને મળ્યા અને તેમને આ મુદ્દા વિશે સમજાવ્યું કે, આ મુદ્દો એલજી હેઠળ સેવાની બાબતોની અંતર્ગત આવે છે. પરંતુ આજે ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ છે. કારણ કે અમારી આખી કેબિનેટ ત્યાં હતી. ભાજપે એલજીને તેમના અધિકારક્ષેત્રમાં આવતી બાબતો અંગે નિર્ણય લેવાનું કહેવું જોઈએ. પરંતુ ભાજપ આ માટે તૈયાર નથી, તેઓ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.'

આ સમાચાર શેર કરો