મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 MI-21 62 વર્ષ બાદ થશે રિટાયર,ભારતીય વાયુસેના માટે એક યુગનો આવશે અંત

ભારતીય વાયુસેના મિગ-21 યુદ્ધ વિમાનોને સપ્ટેમ્બરમાં સેવાનિવૃત કરશે. 62 વર્ષ સુધી ભારતીય વાયુસેનાને સેવા આપ્યા બાદ મિગ-21ને ચંદ

 MI-21 62 વર્ષ બાદ થશે રિટાયર,ભારતીય વાયુસેના માટે એક યુગનો આવશે અંત

ભારતીય વાયુસેના મિગ-21 યુદ્ધ વિમાનોને સપ્ટેમ્બરમાં સેવાનિવૃત કરશે. 62 વર્ષ સુધી ભારતીય વાયુસેનાને સેવા આપ્યા બાદ મિગ-21ને ચંદીગઢ એરબેસ પર એક ખાસ સમારંભમાં વિદાય આપવામાં આવશે.

મિગ-21ને 1963માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યો હતો. આ વિમાને 1965,1971,1999 અને 2019,2025ની મોટી સૈન્ય કાર્યવાહીમાં ભાગ લીધો છે.

2015નું ઓપરેશન સિંદૂર: પહેલગામ આતંકી હુમલાના જવાબમાં મિગ-21એ અંતિમ વખત ભાગ લીધો હતો. પરંતુ સમય સાથે મિગ-21 જૂનું થઇ ગયું. આ તેનું અંતિમ વર્જન મિગ-21 બાઇસન, 2000માં અપગ્રેડ કરવામાં આવ્યું હતું જેમાં નવો રડાર, મિસાઇલ્સ અને હેલ્મેટ-માઉન્ટેડ સાઇટ્સ જોડવામાં આવી તેમ છતા તેની ઉંમર અને ડિઝાઇનની કમી સામે આવી હતી.

મિગ-21નો રેકોર્ડ શાનદાર રહ્યો છે પરંતુ ગત કેટલાક દાયકામાં કેટલીક દુર્ઘટનાઓએ તેને બદનામ કરી દીધુ. છેલ્લા 60 વર્ષમાં 400થી વધુ મિગ-21 ક્રેશ થયા છે જેમાં 200થી વધુ પાયલોટ્સના જીવ ગયા છે. 2010 બાદ પણ 20થી વધુ વિમાન ક્રેશ થયા છે. 

આ સમાચાર શેર કરો