Video: ગુરુગ્રામના DLF ફેઝ-1માં રહેણાક મકાનોમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ સામે તંત્રની કાર્યવાહી

હરિયાણાના ગુરુગ્રામમાં ડીએલએફ ગોલ્ફ કોર્સ રોડ પર ડીટીપીઈ વિભાગ દ્વારા મેગા સીલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ડીએલએફ ફેઝ-1ના એ અને એફ બ્લોકમાં રહેણાક હેતુ માટે મંજૂર થયેલી મિલકતોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ ચાર કોમર્શિયલ પ્રોપર્ટી સહિત ગેસ્ટ હાઉસ, ઓફિસ અને અન્ય વ્યાવસાયિક એકમોને સીલ કર્યા છે. એક રહેણાક પ્લોટમાં ફિઝિયોથેરાપી ક્લિનિક, ઓફિસ અને મોડ્યુલર કિચનનો વ્યવસાયિક ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ડીટીપી એન્ફોર્સમેન્ટ અધિકારી અમિત માંધોલિયાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રહેણાક મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓના કારણે અંદાજે 200 મિલકતો સીલ કરવામાં આવી છે.
જાહેરાત














