Video: જબલપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર એકના કેટરિંગ સ્ટોલમાં આગથી નુકસાન

મધ્યપ્રદેશના જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આવેલા કેટરિંગ સ્ટોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્ટેશન સ્ટાફે માત્ર 10 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે સ્ટોલ અને તેની ઉપરના પ્લેટફોર્મના શેડને નુકસાન થયું છે. પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
જાહેરાત












