Video: મોહન ભાગવત મણિપુર પહોંચ્યા

મણિપુરની ત્રણ દિવસની મુલાકાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ઇમ્ફાલ પહોંચ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન રાજ્યમાં સંઘની સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સામાજિક પહેલ અને સેવા કાર્યોની પ્રગતિ અંગે પણ ચર્ચા થવાની છે. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સંઘના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. રાજ્યમાં સંઘ દ્વારા ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની સ્થિતિનો તાગ મેળવવો આ મુલાકાતનો મુખ્ય હેતુ છે. મોહન ભાગવતના આગમનના દૃશ્યો સામે આવ્યા છે.
જાહેરાત













