મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત, PM મોદી 3 દિવસના અમરિકા પ્રવાસે

નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને હવે તેઓ નવમી મુલાકાતે છે. વિદે

PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત, PM મોદી 3 દિવસના અમરિકા પ્રવાસે

નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને હવે તેઓ નવમી મુલાકાતે છે. વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વોડ લીડર્સની ચોથી સમિટમાં ભાગ લેશે, જે આજે 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં આયોજિત થશે.

પીએમ મોદી રાષ્ટ્રપતિ બિડેનના ઘરે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાતચીત માટે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના ઘરે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે.

પીએમના સ્વાગત માટે એરપોર્ટની બહાર ભારતીયો એકઠા થયા હતા

પીએમ મોદીનું વિમાન જ્યાં ઉતર્યું હતું તે ફિલાડેલ્ફિયા ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર લોકો એકઠા થવા લાગ્યા છે. ભારતીય સમુદાયના એક સભ્યએ કહ્યું, "અમે મોદીજીના સાંસ્કૃતિક રાજદૂત તરીકે અમેરિકામાં રહીએ છીએ. અમે મોદીજીના માર્ગદર્શનને અનુસરીને ભારતને ગૌરવ અપાવવા માંગીએ છીએ."

ભારતીય વડાપ્રધાનોની અમેરિકા મુલાકાત

પીએમ મોદીની આ મુલાકાત વચ્ચે ભારતીય વડાપ્રધાનોના ઈતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે પહેલા પીએમ જવાહરલાલ નેહરુ તેમના કાર્યકાળ દરમિયાન 4 વખત અમેરિકા ગયા હતા. મોદી અને તેમના પુરોગામી મનમોહન સિંહ સહિત કુલ 9 ભારતીય વડા પ્રધાનો અત્યાર સુધીમાં સત્તાવાર રીતે યુએસની મુલાકાતે ગયા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ 8 વખત અમેરિકા ગયા હતા જ્યારે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ 4 વખત અમેરિકા ગયા હતા. સાથે જ અટલ બિહારી વાજપેયી પણ ચાર વખત અમેરિકા જઈ ચુક્યા છે. આ સિવાય ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પીએમ (3 વખત), પી.વી. નરસિમ્હા રાવ (2 વખત), અને મોરારજી દેસાઈ અને આઈ.કે. ગુજરાલ એકવાર અમેરિકાની મુલાકાતે ગયા છે.

આ સમાચાર શેર કરો